Western Times News

Gujarati News

આવતા વર્ષ સુધીમાં તમામ ITI પોતાનાં મકાનોમાં કામ કરતી થઈ જશે

અમદાવાદ :  43 આઈટીઆઈમાંથી ભાડાના મકાનમાં  કામ કરતી 34 આઈટીઆઈ આવતા વર્ષ સુધીમાં પોતાના મકાનમાં કામ કરતી થઈ જશે. આઈટીઆઈની કામગીરી બહેતર બનાવવાના સરકારના રોડમેપના ભાગ તરીકે સરકાર સંચાલિત તમામ  ઈન્ડસ્ટ્રિયલ તાલિમ સંસ્થાઓ (ITIs) ને  આવતા વર્ષ સુધીમાં તેમના પોતાના મકાનમાં ખસેડાશે, તેવુ શ્રમ અને રોજગાર વિભાગે મંગળવારે જણાવ્યું  હતું.

શ્રમ અને રોજગાર વિભાગ 287 આઈટીઆઈનુ સંચાલન કરે છે અને તેમાં વિવિધ કૌશલ્ય અને વ્યવસાયોની તાલિમ આપવામાં આવે છે. આમાંથી 244 આઈટીઆઈ પોતાના મકાનમાંથી જ કામ કરે છે, જ્યારે બાકીની  43 આઈટીઆઈ ભાડાના મકાનમાં ચાલે છે.

શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા જણાવે છે કે “  અમે આઈટીઆઈ બિલ્ડીંગ્ઝનુ બાંધકામ અગ્રતાના ધોરણે ચાલુ કર્યું છે. હકિકતમાં 43માંથી 34 આઈટીઆઈના મકાનનુ બાંધકામ પ્રગતિમાં છે  અને તે ભાડાના મકાનમાં અથવા ભાડા વગરના મકાનમાં કામ કરી રહી છે. 10 આઈટીઆઈનાં મકાનો તો માર્ચ માસના અંત સુધીમાં જ સમર્પિત કરવામાં આવશે. વધુ 5 ડિસેમ્બરમાં તથા 19 આઈટીઆઈને  આગામી નાણાંકીય વર્ષમાં  સમર્પિત કરાશે.  “

બાકીની 9 આઈટીઆઈના નવા મકાનના બાંધકામ માટે વર્ષ 2020-21માં નાણાંકીય ફાળવણી થવાની સંભાવના છે. દિવ્યાંગો માટેની 2 સહિત 4 આઈટીઆઈને હયાત આઈટીઆઈના મકાનમાં ખસેડવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.