Western Times News

Gujarati News

અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂા.૨નો વધારો

અમદાવાદ, કોરોના અસરમાં વેપાર-ધંધાની મંદી વચ્ચે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો સહન કરી રહેલી પ્રજાને હવે દૂધનો ભાવવધારો સહન કરવો પડશે. 8 મહિનામાં જ અમૂલે ફરીવાર દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટરદીઠના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવવધારો આવતીકાલથી લાગુ થશે. આમ દૂધના ભાવમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા GCMMF(ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડેરેશન)ના સભ્ય સંઘો દ્વારા પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં પ્રતિ કિલો ફેટ રૂ.35થી રૂ.40નો વધારો કરવામાં આવ્યો છે. જે પાછલા વર્ષ કરતા 5 ટકા વધુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.