આવતીકાલે રશિયા-યુક્રેન વચ્ચે થશે બીજી બેઠક
કિવ, યુક્રેનમાં રશિયાની સેના રહેણાક વિસ્તારોમાં આક્રમક હુમલા કરી રહી છે. આ દરમિયાન રશિયાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. નવીન નામનો વિદ્યાર્થી કર્ણાટકનો હોવાનું જાણવા મળ્યું છે.
બીજી બાજૂ, રશિયા અને યુક્રેન વચ્ચે બુધવારે બીજી બેઠક યોજાશે. આ જાણકારી રશિયન સમાચાર એજન્સીના આધારે આપવામાં આવી છે. પહેલી બેઠક સોમવારે બેલારુસ બોર્ડર પર થઈ હતી પરંતુ તેમાં કોઈ પરિણામ આવ્યુ ન હતું, હવે બીજી બેઠકમાં સમગ્ર વિશ્વ નજર રાખીને બેઠુ છે કે આ યુદ્ધ શાંત થાય.
આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી બ્રસેલ્સમાં યુરોપી સંસદને સંબોધિત કરી રહ્યા છે. અહીં તેમણે કહ્યું કે હું તમને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનુન કે ગુડ ઈવનિંગ કહી નહી શકું કારણ કે આ સારા દિવસો નથી. કેટલાય લોકો માટે આ અંતિમ દિવસ અને સંઘર્ષના દિવસો છે. રશિયા સતત મિસાઈલોથી અમારા દેશ પર હુમલા કરી રહ્યું છે. આ હુમલાઓમાં અમારા 16 બાળકોના મોત થયા છે. આ મિસાઈલો સામાન્ય માણસો પર પણ હુમલા થઈ રહ્યા છે.
યુકેના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે બપોરે એક નિવેદન જાહેર કર્યું છે. “રશિયન સેનાએ તમામ યુક્તિઓ અજમાવી છે, પરંતુ તે કિવમાં આગળ વધવામાં સક્ષમ નથી. યુક્રેનની સેના અને સામાન્ય લોકો તેની સામે દિવાલ બનીને ઉભા રહ્યા છે. એટલા માટે રશિયન સેના હવે બંદૂકોનો ઉપયોગ કરી રહી છે. આ દરમિયાન દક્ષિણ કોરિયાએ યુરોપની જેમ પાંચ રશિયન બેંકો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.