આવતીકાલે રાજ્યસભાની ચૂંટણી: જાેરદાર રસાકસી
નવી દિલ્હી,રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. રાજ્યસભાની ૫૭ બેઠકો પૈકી ૧૬ બેઠકો પર ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ૧૬ બેઠકો માટે ૧૦ જૂનના રોજ ૪ રાજ્યોમાં મતદાન થવા જઈ રહ્યું છે. જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને કર્ણાટકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ૧૬ બેઠકોનું સંપૂર્ણ ગણિત નીચે રજૂ કરાયું છે.
મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ૬ બેઠકો પર ચૂંટણી યોજાશે. આ ૬ બેઠકો પર કુલ ૭ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના ૨ ઉમેદવારો તેમજ કોંગ્રેસ, એનસીપીઅને શિવસેનાના ૧-૧ ધારાસભ્યો આસાનીથી જીતી શકે છે. આ ઉપરાંત મહા વિકાસ અઘાડી (એમવીએ)માં સામેલ ૩ પક્ષો પાસે બીજી બેઠક જીતવા માટે વધારાના મત હશે. શિવસેના પોતાની બીજી બેઠક જીતવા માટે આ મતો પર ર્નિભર છે.
અહીંયા ૪ બેઠકો માટે સીધી રસાકસી જાેવા મળશે. કોંગ્રેસના ૩ ઉમેદવાર મુકુલ વાસનિક, રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારી મેદાનમાં છે. ત્રણેય ઉમેદવારો માટે ૧૨૩ ધારાસભ્યોના વોટની જરૂર છે. વિધાનસભામાં કોંગ્રેસના ૧૦૮ ધારાસભ્યો છે. એક આરએલડીના સુભાષ ગર્ગ છે. કોંગ્રેસ પાસે ૧૩ અપક્ષ, ૨ સીપીએમ અને ૨ બીટીપીધારાસભ્યો સહિત ૧૨૬ ધારાસભ્યોનું સમર્થન છે.
તે જ સમયે, અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રા પણ ભાજપના સમર્થનથી મેદાનમાં છે. ચંદ્રાને ૧૧ મતોની જરૂર પડશે. ચંદ્રાને ભાજપના ૩૦ સરપ્લસ વોટ અને આરએલપીના ૩ ધારાસભ્યો મળી શકે છે.હરિયાણામાં રાજ્યસભાની ૨ બેઠકો પર ચૂંટણી યોજાશે. આ જંગ માટે ૩ ઉમેદવારો મેદાનમાં છે. આ ૨ બેઠક પૈકી ૧ બેઠક ભાજપને મળવાનું નિશ્ચિત છે. જ્યારે કે બીજી બેઠક પર કોંગ્રેસના અજય માકનને ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદાર કાર્તિકેય શર્મા પડકાર આપી રહ્યા છે.
૯૦ બેઠકો ધરાવતી વિધાનસભામાં એક ઉમેદવારને જીતવા માટે ૩૧ મતોની જરૂર છે. વિધાનસભામાં ભાજપના ૪૦ અને કોંગ્રસના ૩૧ ધારાસભ્યો છે.કર્ણાટકમાં રાજ્યસભાની ૪ બેઠકો પર ચૂંટણી યોજાશે. આ ૪ બેઠકો માટે ૬ ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ૩, કોંગ્રેસે ૨ અને જેડીએસ ૧ ઉમેદવાર ઉતાર્યા છે. કર્ણાટકમાં ભાજપને ૨ બેઠકો અને કોંગ્રેસને ૧ બેઠક મળવાનું નક્કી છે.
જ્યારે ૪ બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને જેડીએસવચ્ચે રસાકસીનો જંગ જાેવા મળશે. ૨૨૪ બેઠકો ધરાવતી વિધાનસભામાં ભાજપના ૧૨૧, કોંગ્રેસના ૬૯ તેમજ જેડીએસના ૩૨ ધારાસભ્યો છે.ss2kp