આવતીકાલે રાહુલ ગાંધી સહિત આ તમામ નેતાઓ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે
નવી દિલ્હી, આજના દિવસે ખેડૂતો દ્વારા સમગ્ર દેશમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. ખેડૂતો છેલ્લા 11 દિવસથી દિલ્હીની બોર્ડર પર અને આસપાસના વિસ્તારોમાં ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે હવે આવતીકાલે વિપક્ષી પાર્ટીઓનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે. જેમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર અને અન્ય નતાઓ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. સીપીઆઈના નેતા સીતારામ યેચૂરીએ આ જાણકારી આપી છે. કોવિડ પ્રોટોકોલને જોતા પાંચ લોકોને મળવાની મંજૂરી આપવામાં આવી છે.
આજે સમગ્ર દેશમાં ખેડૂતો દ્વારા બોલાવામાં આવેલા ભારત બંધના પડઘા સંભળાઈ રહ્યા છે. ત્યારે હવે આ આંદોલનની વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાંજના 7 કલાકે ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરવા માટે બોલાવ્યા છે. આ એક સારા સમાચાર છે, કેમ કે, અમિત શાહે અચાનક આ બેઠક બોલાવી છે. એ પણ એવા સમયે જ્યારે સરકાર પહેલાથી જ 9 ડિસેમ્બરના રોજ એટલે કે બુધવારે ખેડૂત સંગઠનો સાથે મુલાકાત કરવાના છે.