આવતી કાલથી સમગ્ર દેશમાં Corona Vaccine ની ડ્રાય રન
નવી દિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને આજે ચાર રાજ્યોમાં વેક્સિન (Corona Vaccine) ની ડ્રાય રન પર સમીક્ષા કરી. દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત અગાઉ ડોક્ટર હર્ષવર્ધને તમામ પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી.
ચાર રાજ્યોમાં રસીની ડ્રાય રન અંગે થયેલી સમીક્ષા બેઠકમાં ડો.હર્ષવર્ધને કહ્યું કે અમને રાજ્યો પાસેથી રસી અંગે ફીડબેક મળી રહ્યા છે અને અમે તેના આધારે જરૂરી સુધાર પણ કર્યા છે. આવતી કાલથી 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રસીની ડ્રાય રન શરૂ થશે.
સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્ર, કેરળ અને છત્તીસગઢમાં કોરોના વાયરસના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. જે આપણા માટે ચેતવણી છે કે આપણે સુરક્ષાના ઉપાયોને ન ભૂલીએ અને કોવિડ 19 વિરુદ્ધ આપણી લડત ચાલુ રાખીએ.