Western Times News

Gujarati News

આવતી કાલથી ૩ દિવસ સુધી બેન્ક કર્મચારીઓની હડતાળ

નવી દિલ્હી, કોઇ મહત્ત્વના સામાજિક કામ માટે કે વેપાર ધંધા માટે તમારે બેંકની મદદની જરૂર હોય તો આજેજ પતાવી લેજો. આવતી કાલથી ત્રણ દિવસ બેંકો બંધ રહેવાની છે. શુક્ર અને શનિવારે બેંકોના કર્મચારીઓનાં તમામ યુનિયને હડતાળ જાહેર કરી હતી. રવિવારે તો રજા જ હોય છે. આમ સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેશે એટલે કરોડો રૂપિયાની લેવડદેવડને અસર થવા ઉપરાંત એટીએમ મશીનમાં પણ રોકડ રકમની તંગીને અનુભવ થવાની પૂરી શક્યતા છે એમ બેંકિંગ ક્ષેત્રના એક પ્રવક્તાએ કહ્યું હતું.

અત્યાર અગાઉ સ્ટેટ બેંક આૅફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને આગોતરી જાણ કરી દીધી હતી કે ૩૧મી જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરી બે દિવસ બેંકોની હડતાળ રહેશે. ત્રીજે દિવસે રવિવાર છે. માટે તમારા મહ¥વના તમામ વ્યવહારો સમયસર પતાવી લેજો. ઓલ ઇન્ડિયા બેંક આૅફિસર્સ કન્ફેડરેશનના અધ્યક્ષ સુનીલ કુમારે એવો દાવો કર્યો હતો કે અમારા પગાર વધારાનો મુદ્દો છેક ૨૦૧૭થીલટકી રહ્યો છે. સરકાર એનો નિવેડો લાવતી નથી એટલે નછૂટકે અમારે વારંવાર હડતાળ કરવી પડે છે. લોકોને તકલીફ પડે છે એ અમે જાણીએ છીએ પરંતુ સરકાર પર દબાણ લાવવા હડતાળ સિવાય અમારી પાસે બીજો કોઇ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે પગાર ઉપરાંત કામના કલાકો અને નિવૃત્તિ પછી પેન્શનનો મુદ્દો પણ હજુ ઉકેલાયો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.