નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુજરાતનું બજેટ સત્ર રજૂ કરશે

File
અમદાવાદ, આવતીકાલ (બુધવાર)થી ગુજરાત સભામાં બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર 31 માર્ચ સુધી ચાલશે. સત્રના પ્રથમ દિવસે ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈને આજે બન્ને પક્ષોની બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોની આજે બેઠકો ચાલી રહી છે. સાંજે 5 વાગે વિધાનસભા સંકુલમાં ભાજપના તમામ ધારાસભ્યોની એક બેઠક મળશે. જેમાં રાજ્યના સીએમ વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહેશે. બીજી બાજુ સાંજે 5.30 વાગે કોંગ્રેસના ધારાસભ્યોની સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજવામાં આવી છે. ભાજપ અને કોંગ્રેસ પોતાની મીટિંગમાં અલગ અલગ પ્લાન બનાવશે. જેમાં કોંગ્રેસ બજેટ સત્રમાં ભાજપને કંઈ રીતે ઘેરી શકાય તેનો ખાસ વ્યૂહ બનાવશે.

બીજી બાજુ આવતીકાલે ગુજરાત સરકાર દ્વારા બજેટ રજૂ થવાનું છે ત્યારે જામનગર જે બ્રાસ ઉદ્યોગ તરીકે જાણીતો છે. જામનગરનો બ્રાસ ઉદ્યોગ એ એશિયામાં સૌથી મોટો ઉદ્યોગ છે. જેમાં નાનાથી લઇને મોટા ઉદ્યોગકારો છે. આ ઉદ્યોગની ટક્કર સીધી ચાઈના સાથે છે. ત્યારે બ્રાસના કારખાનેદારો અને ફેક્ટરી ઓનર્સ એસો. દ્વારા જુદી-જુદી માંગણીઓ રજુ કરી છે. જેમાં વાત કરીએ તો એક જ ટેક્સ રાખવો જોઈએ, સરકાર ટેક્સ ઓછા કરે, ઈન્ક્મ ટેક્સ લિમિટ વધારે, બજેટમાં ટેક્સ ઘટાડે, એક બારી ટેક્સ હોવું જોઈએ, GST અને ઈન્ક્મટેક્સ બન્ને મર્જ કરીને એક જ ટેક્સ કરવો જોઈએ. જેવી વિવિધ કારખાનેદારોની બાબતોને સંદેશ ન્યૂઝ સાથે ચર્ચા કરી તેમની રજૂઆત કરી હતી.