આવતી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૩૦૦ સીટ નહિ જીતી શકેઃ ગુલામ નબી આઝાદ
નવીદિલ્લી, કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે પોતાની જ પાર્ટી વિશે મોટુ નિવેદન આપ્યુ છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં એક રેલીને સંબોધિત કરીને પૂર્વ મુખ્યમંત્રી ગુલાન નબી આઝાદે કહ્યુ કે ‘હું કોઈને ભ્રમમાં નથી રાખવા માંગતો, મને નથી લાગતુ કે આવતી લોકસભામાં પણ કોંગ્રેસ પાર્ટી ૩૦૦ સીટો જીતી શકશે કારણકે સ્થિતિ હજુ પણ પાર્ટીના હિસાબે નથી.’
આર્ટિકલ ૩૭૦ માટે ગુલામ નબી આઝાદે કહ્યુ કે, ‘ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે અનુચ્છેદ ૩૭૦ રદ કર્યુ છે માટે તે તેને લાગુ નહિ કરે, કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે. જાે હું તમને સહુને કહુ કે હું આને પાછો લાવીશ, તો આ જૂઠ હશે અને તમારી સાથે ખોટી વાત કરવા સમાન ગણાશે.’
જાે કે તેમણે એ પણ કહ્યુ કે, ‘આપણને પોતાના દેશ પર ગર્વ છે કે આપણે સહુ અહીં શાંતિથી રહીએ છીએ. સરકારો આવે છે અને જાય છે. કોઈ હંમેશા માટે નથી. જાે કોઈ હંમેશા માટે છે તે છે પરસ્પર ભાઈચારો માટે આપણે તેને બચાવીને રાખવાનો છે.
ગુલામ નબી આઝાદનુ આ પ્રકારનુ નિવેદન પાર્ટીના અમુક લોકોને ન ગમી શકે કારણકે આઝાદ પહેલેથી જ પાર્ટીના અમુક લોકોના નિશાના પર છે. છેલ્લા થોડા દિવસોમાં તેમણે જ્યારે પીએમ મોદીની પ્રશંસા કરી હતી ત્યારથી તે પાર્ટીના અમુક લોકોના વિરોધનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ તો જમ્મુમાં ખુલીને તેમનુ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને તેમના પૂતળા પણ બાળ્યા હતા.
વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓનુ કહેવુ હતુ કે કોંગ્રેસમાં ગુલામ નબી આઝાદને આટલુ સમ્માન મળ્યુ છે અને જ્યારે આજે કોંગ્રેસ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે ત્યારે તે પીએમ મોદીના ગુણગાન કરી રહ્યા છે, આ યોગ્ય નથી.HS