આવનારા પાંચ દાયકામાં ચીનની વસ્તી અડધી થઈ જશે
બેઈજિંગ, સુપરપાવર બનવાનો પ્રયાસ કરી રહેલા ચીન માટે એક ઝટકા સમાન રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ, ચીનની વસ્તી આગામી ૪૫ વર્ષમાં અડધી થઈ શકે છે. નવા સેન્સસ ડેટામાં જાણવા મળ્યું છે કે, દેશમાં જન્મ દર ૧.૩ પર પહોંચી ગયો છે, જે આશાથી ઓછો છે. તેનો અર્થ છે કે, દરેક મહિલા સરેરાશ માત્ર ૧.૩ બાળકોને જ જન્મ આપે છે, જે સ્થિર વસ્તી માટે જરૂરી ૨થી ઓછો છે.
જાે આ ટ્રેન્ડ ચાલુ રહે છે તો હાલની ૧.૪ અબજની વસ્તી વર્ષ ૨૦૫૫ના અંત સુધીમાં અડધી થઈ શકે છે. ચીનને પોતાની નીતિઓનું નુકસાન ઉઠાવવું પડી શકે છે. દાયકા સુધી તેણે વસ્તી પર નિયંત્રણ કરવાનો પ્રયાસ કર્યો અને હવે તેને બદલવાની કવાયત કરી રહ્યું છે.
ચીને ૧૯૭૯માં એક બાળકની નીતિ બનાવી હતી અને જ્યારે તેના ઊંધા પરિણામ દેખાવા લાગ્યા તો ૨૦૧૩માં બીજા બાળકની મંજૂરી આપવામાં આવી. શિયાન જિયાઓટોન્ગ યુનિવર્સિટીમાં કરાયેલા રિસર્ચ મુજબ જન્મ દર ઘટવાનું ભયાનક પરિણામ આવી શકે છે.
વર્ષ ૨૦૧૯માં સંયુક્ત રાષ્ટ્રએ ચીનની ઘટતી વસ્તી પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ૨૦૬૫ સુધી ૧૦ કરોડ વસ્તી ઓછી થઈ શકે છે, પરંતુ પ્રોફેસર જિયાન્ગ કુઆનબાઓનું માનવું છે કે, ૨૦૫૫ સુધીમાં જ ૭૦ કરોડ લોકો ઓછા થઈ જાય તેવી શક્યતા છે.
જાે જન્મ દર અને ઓછો થયો તો વધુ ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે છે. તેમણે સલાહ આપી છે કે, ચીનની સરકારે વસ્તીના આ ટ્રેન્ડ પર ધ્યાન આપવું પડશે અને એડવાન્સમાં જ તૈયારી કરવી પડશે.
ચીનમાં વસ્તીનો આ ઘટાડો ઘણા કારણોથી થયો છે. હાલમાં દેશમાં ૧૮ ટકા વસ્તી ૬૦ વર્ષથી ઉપરની ઉંમરની છે. જ્યારે ૧૭ ટકા ૧૭ વર્ષથી નીચેની છે. એટલે કે, આવનારા સમયમાં મત્યુ દર વધી શકે છે. જન્મ દરને વધારવા માટે યુવાનોએ વધુ બાળકો પેદા કરવા પડશે, પંરતુ પરિવાર ચલાવવાની કિંમતને જાેતા તેની શક્યતા પણ ઓછી છે. યુવાનો હવે બાળકોને બદલે પોતાના કરિયર પર ધ્યાન આપી રહ્યા છે. તો, જ્યારે એક બાળકની નીતિ હતી ત્યારે મોટાભાગના લોકો છોકરા જન્મે તેનો આગ્રહ રાખવા લાગ્યા, જેથી લિંગ રેશિયો પણ બગડી ગયો.SSS