આવશ્યક ચીજવસ્તુઓના પોસ્ટર લગાવી ૧૦૫ મજુરોને યુ.પી. લઇ જતાં પકડી પાડતી ઉમરેઠ પોલીસ

હાલમાં વૈશ્વીક મહામારી કોરીના અંગે ગુજરાત રાજયમાં સરકાર દ્વારા લોકડાઉનનુ ચુસ્ત પાલન થાય તે મુજબ જરૂરી સુચના આપવામાં આવેલ છે . તેમજ એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં અવર જવર ઉપર પ્રતિબંધ અંગેના સરકાર દ્વારા સુચના આપવામાં આવેલ , જે સુચના આધારે બી .ડી.જાડેજા ના.પો.અધિ. આણંદ નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ પી.કે.સોઢા સાહેબ પો.સબ ઇન્સ .
ઉમરેઠ પોલીસ સ્ટેશન તથા ઉમરેઠ પો.સ્ટે.ના પોલીસ માણસો સાથે ઉમરેઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકડાઉનનુ ચુસ્તપણે પાલન થાય તે સારૂ જરૂરી પેટ્રોલીંગમાં હતા . તે દરમ્યાન પી.કે.સોઢા પો.સબ.ઇન્સ . ઉમરેઠ નાઓને હકિકત મળેલ કે GJ 03 BV 5566 નંબરનુ એક આઇશર કન્ટેનર સામરખા ચોકડી થી નિકળી ગયેલ છે . અને ભાલેજ થઇ ઉમરેઠ તરફ આવનાર છે . તેવી ચોક્કસ હકિકત મળતાં લીંગડા ગામે જઇ રોડ ઉપર જરૂરી વોચમાં હતા .
તે દરમ્યાન ભાલેજ તરફથી ઉપરોકત નંબરવાળુ કન્ટેનર આવતાં તેણે રોકી લીધેલ . અને સદર કન્ટેનરના ડ્રાઇવરને નીચે ઉતારી આઇશર ગાડીમાં પાછળના ભાગે જોતાં ખીચોખીચ માણસો એકબીજાને અડોઅડ બેસાડેલ હતા . જેથી સદર આઇશરના ડ્રાઇવરનુ નામઠામ પુછતાં પોતાનું નામ અમૃતલાલ બ્રિતતી યાદવ રહે . ખાલીસપુર ડડવા જી . જનપુરા પો.સ્ટ . સરાય હરખુ યુ.પી. નો હોવાનું જણાવેલ ,
જેથી સદર ડ્રાઇવર પાસે સદર પેસેન્જરોની હેરફેર કરવા સારૂ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જરૂરી પાસ પરમીટ માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ . તેમજ સદર ડ્રાઇવરની પુછપરછ કરતાં રાજકોટ થી અલ્હાબાદ તેમના વતનમાં લઇ જતો હોવાનું જણાવેલ . તેમજ સદર ટ્રકના ડ્રાઇવરે પોતાની ટ્રકના આગળના ભાગે Emergicy Duty For Medical Supply Under Essential commodity Act નું પોસ્ટર લગાડેલ જેથી સદર ટ્રકના ડ્રાઇવરે આવશ્યક ચીજવસ્તુના બોર્ડ હેઠળ પુરુષો , બાળકો તેમજ એક મહીલા સહીત કુલ -૧૦૫ મજુરો ને ગેરકાયદેસર રીતે પરીવહન કરતાં મળી આવેલ હોય જેથી સદર ટ્રક ડ્રાઇવર વિરુધ્ધમાં આઇ.પી.સી કલમ ૨૬૯ ૧૮૮ , ૪૧૩,૩૦૮ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ ( બી ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . અને આગળની વધુ તપાસ હાલ ચાલુ છે (તસવીર સાજીદ સૈયદ નડિયાદ )