આવાસમાં કોન્ટ્રાકટરના ભ્રષ્ટાચારથી ગરીબના હક છીનવાયા: કોંગ્રસ
(તસ્વીરઃ- અશોક જોષી, વલસાડ)
(પ્રતિનિધિ) વલસાડ, દાનહ કોંગ્રેસ અને આદિવાસી એકતા પરિષદે સોમવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતું. જેમાં કોંગ્રેસના કારોબારી સભ્ય પ્રભુભાઈ ટોકીયા અને એન.આર. સિંદે તથા આદિવાસી એકતા પરિષદના પ્રમુખ વિનાયક ઉમરા ઉપસ્થિત રહ્યા હતા. પ્રભુભાઈ ટોકીયાએ જણાવ્યું કે, હાલ પ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે ગોટાળો થયેલો છે તેમણે કહ્યું કે, જીલ્લા પંચાયતે કઈ પણ જાણ કર્યા વિના કર્મચારીઓને કાઢી મુક્યા છે. જેમાં કાર્યવાહી થવી જાઈએ. વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના આદિવાસીઓ તેમજ ગરીબ માટેની યોજના છે. જેમા અધિકારીઓ તેમજ કોન્ટ્રાકટરે ભ્રષ્ટાચાર કરીને આદિવાસીઓનો હક મારી રહ્યા છે. આ મુદ્દાઓને લઈ પ્રધાનમંત્રી, ગૃ હંમત્રાલય અને આદિવ્સી કમિશનમાં ફરિયાદ કરી છે. જેના પર નિર્ણય ના આવે તો અમે દાનહમાં બંધ જાહેર કરીને જનઆંદોલન કરીશું.*