આવાસ યોજનામાં મકાન ભાડે આપનાર સામે તવાઈ
અમદાવાદમાં તમામ આવાસ યોજનામાં મ્યુનિ.કોર્પાે.તંત્ર દ્વારા નોટીસો લગાડાઈ : મકાનો ભાડે આપનારનાં મકાનો પરત લઈ લેવા સુધીની કાર્યવાહી કરાશે
અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગરીબો અને મધ્યમ વર્ગનાં લોકો માટે ઘરનું ઘર મળી રહે તે માટે વડાપ્રધાન અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સંખ્યાબંધ મકાનો બનાવવામાં આવ્યાં છે અને ડ્રો સિસ્ટમથી આ મકાન ફાળવવામાં આવી રહ્યાં છે. છેલ્લાં ઘણા સમયથી લાભાર્થીઓ મકાનો મળ્યાં બાદ તે મકાનો ભાડે આપીને પોતે અન્ય સ્થળોએ રહેતાં હોવાની સંખ્યાબંધ ફરિયાદો મળી છે. જેનાં પગલે હવે મ્યુ.કોર્પાે.તંત્ર હરકતમાં આવી ગયું છે અને મકાનો ભાડે આપનાર મકાન માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ઉપરાંત ફાળવેલાં મકાન પરત લઈ લેવા સુધીની કાર્યવાહી કરવાનો આદેશ આપી દેવાયો છે અને ગઈકાલથી જ તમામ આવાસ યોજનાઓમાં આ અંગેની નોટીસો લગાડી દેવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે, દેશમાં તમામ નાગરીકોને ઘરનું ઘર મળી રહે તે માટે વડાપ્રધાન આવાસ યોજના સહિતની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ૨૦-૨૨ સુધીમાં ૧૦૦ ટકા લક્ષ્યાંકને હાંસલ કરવા માટે દેશભરમાં આવાસ યોજનાનું કામ ચાલી રહ્યું છે જેનાં પગલે ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો ઘરનું ઘર મેળવવા માટે ઉમેદવારી નોંધાવતાં હોય છે.
આ માટેનું ફોર્મ ભર્યા પછી ડ્રો રાખવામાં આવે છે અને તેમાં જેનું નામ ખુલે તેને મકાનની ફાળવણી કરવામાં આવતી હોય છે. ખાસ કરીને ઝૂપડપટ્ટી તથા ફુટપાથ ઉપર રહેતાં ગરીબ વર્ગનાં લોકો માટે આ યોજનાં આશિર્વાદરૂપ બની રહી છે. પરંતુ અમદાવાદ શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી આ યોજનાઓમાં કેટલીક ગેરરીતિઓ બહાર આવી છે.
ઝૂંપડપટ્ટીમાં રહેતાં નાગરીકોને મકાનો લાગ્યા બાદ મકાનનો કબજા લઈ આ મકાનો ભાડે આપી તેમાંથી આવક કરવા લાગ્યાં છે અને પોતે ઝૂંપડામાં જ રહે છે અમદાવાદ શહેરમાં આવેલાં ગરીબ આવાસમાં મકાન માલિક કરતાં ભાડુઆતોની સંખ્યા વધુ પ્રમાણમાં જાવા મળે છે અને ભાડુઆતોનાં કારણે આવાસ યોજનાનાં મકાનોમાં વ્યાપક પ્રમાણમાં ગંદકી સહિતની ફરિયાદો ઉઠવા પામી છે.
મકાનો લાગ્યા બાદ તેને ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાથી આવાસ યોજનામાં રહેતાં મૂળ મકાન માલિકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે. જેનાં પગલે આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. અનેક ઝૂપડપટ્ટીઓમાં રહેતાં નાગરીકોને મકાનો લાગવા છતાં આ મકાનો ભાડે આપી પોતે ઝૂંપડપટ્ટીમાં જ રહે છે તેવી પરિસ્થિતિમાં હવે મ્યુનિ.કોર્પાે.તંત્ર સફાળું જાગ્યું છે.
શહેરમાં આવેલાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન આવાસ યોજનાના મકાનોમાં ખાનગીરાહે મ્યુનિ.કોર્પાે.તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવતાં ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. ગરીબ આવાસ યોજનાનાં મકાનોમાં ભાડે આપવાની પ્રવૃત્તિ સામે હવે કોર્પાેરેશનનું તંત્ર સતર્ક બન્યું છે. છેલ્લાં બે દિવસથી આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠકો યોજાતી હતી. અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલી આવાસ યોજનાઓમાં તપાસ બાદ બહાર આવેલી ચોંકાવનારી વિગતોને આધારે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જાકે સૌ પ્રથમ આ મકાનો ભાડુઆતો ખાલી કરી નાંખે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ગઈકાલે અમદાવાદ મ્યુનિ.કોર્પાે.તંત્ર દ્વારા તમામ આવાસ યોજનાઓમાં નોટીસો લગાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. અને આ નોટીસોમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, ભાડુઆતો મકાનો ખાલી નહીં કરે તો કડક પગલાં ભરવામાં આવશે. મ્યુનિ.કોર્પાે.તંત્ર દ્વારા લગાવવામાં આવેલી નોટીસોથી મકાન માલિકોમાં સોંપો પડી ગયો છે. જાકે, મોટાભાગની આવાસ યોજનાઓમાં દલાલો ફરતાં જાવા મળે છે. કેટલાંક લોકોએ બારોબાર મકાનો પણ વેંચી નાંખ્યાની ફરિયાદો પણ મળી છે. આ તમામ ફરિયાદોનાં આધારે ઉચ્ચ અધિકારીએ કાર્યવાહી શરૂ કરી દીધી છે.
મ્યુનિ.કોર્પાે.તંત્ર દ્વારા સૌ પ્રથમ નોટીસો લગાડી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓને ચેતવણી આપી દેવામાં આવી છે. અને જણાવવામાં આવ્યું છે કે, જા તાત્કાલિક અસરથી ભાડુઆતોને મકાન ખાલી કરાવવામાં નહીં આવે તો આ મકાનો પરત લઈ લેવા ઉપરાંત મકાન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવનાર છે. અમદાવાદ શહેરમાં તમામ આવાસ યોજનાઓની અંદર નોટીસો લગાડી દીધા બાદ હવે ટૂંક સમયમાં જ મકાન માલિકો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગરીબ આવાસ યોજનામાં મકાનો લાગ્યા બાદ ખુલ્લેઆમ દલાલોનું સામ્રાજ્ય જાવા મળતું હોય છે. જેનાં પરીણામે ખરેખર જે લોકોને મકાન મળવું જાઈએ તે લોકોને લાભ મળતું નથી તેવું આક્ષેપ પણ થઈ રહ્યું છે. જ્યારે કેટલાંક લોકો મકાનને ભાડે આપી આવકનું સાધન બનાવી રહ્યાં છે. આ ઉપરાંત ભાડુઆતોને કારણે આવી યોજનાઓનાં મકાનોમાં અનેક પ્રશ્નો સર્જાયા છે. કોર્પાેરેશનની આ કામગીરીથી પોતાના જ મકાનમાં રહેતાં આવાસા યોજનામાં મકાન માલિકો ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.