આવા ગુરુઓને ગુરુ થવાનો હકક હોતો નથી. તેઓ તો તાડનના અધિકારી છે. કારણ કે જેમની નજર નીચ છે તેવાઓ કોનો ઉદ્ધાર કરે ?
એક ગુરુ હતા. બધ જ ગુરુ કંઈ સાચા હોતા નથી. આ કપટી ગુરુ હતા. એક સુંદર બાળ-વિધવા ઉપદેશ ગ્રહણ કરવા ગુરુ પાસે આવતી હતી.
ગુરુ હોય એટલે જ્ઞાન લેવા બધા જ આવે. પોતાની દુષ્ટ ઈચ્છા પૂર્ણ કરવા ગુરુએ એ બાળ વિધવાને કહયુંઃ તારા દેહ દ્વારા તારે ગુરુની સેવા કરવી જાેઈએ.’
શાસ્ત્રોમાંથી ન હોય તેવાં દૃષ્ટાંતો આપીને સ્ત્રીને ફસાવવા ઉપદેશ આપવા માંડયો. પેલી વિધવા સારા ઘરની હતી. એણે ગુરુને કહ્યુંઃ આંખો દ્વારા હું આપના સ્વરૂપનું દર્શન કરું છું.
કાન દ્વારા આપના આપેલા ઉપદેશને શ્રવણ કરું છું. એટલું શું ઓછું નથી કે તુચ્છ અને નકામી તેમજ અપવીત્ર ઈદ્રિયોનો ઉપયોગ ગુરુની પવીત્ર સેવામાં કરવો પડે ?
જે ગુરુ ઈન્દ્રીય સુખની સેવા ઈચ્છે તેના મોઢા પર કાળી શાહી ચોપડી, ઝાડું મારીને તેનો સત્કાર કરવો જાેઈએ, બાંડિયા ગધેડા પર બેસાડીને આખા ગામમાં ફેરવવો જાેઈએ, એવા નીચ ગુરુ કે, સાધુને યોગ્ય શિક્ષા કરવી જ જાેઈએ, દયા ન બતાવવી જાેઈએ.’
સ્ત્રીનો આવો પુણ્યપ્રકોપ જાેઈને ગુરુ તો ડઘાઈ જ ગયા અને પોતાની કામેચ્છા અહીં તૃપ્ત નહીં થાય તેમ જાણી જતાં તે સ્થળ છોડીને કયાંક ચાલ્યા ગયા.
કેટલીકવાર આવા ખરાબ ગુરુઓ સમગ્ર ગુરુવર્ગને બદનામ કરે છે, આવા નીચ ગુરુઓને ગુરુ થવાનો હકક હોતો નથી. ગુરુ તો સુંદર ઉપદેશ આપે અને અંશને ઉચ્ચ ગતિએ પહોચાડે.
‘ગુરુ વિના જ્ઞાન નહીં.’ એ સાચુ પણ ઉપર કહ્યા તેવા કપટી ગુરુઓ, જેઓ અજ્ઞાનનો ભંડાર છે અને જેમની નજર નીચ છે તેવાઓ કોનો ઉદ્ધાર કરે ? ઉત્તમ સાચા ગુરુ તમારું જીવન તારશે.