આવી છે ભારતની સ્વદેશી બુલેટ ટ્રેનઃ 75 ટ્રેનો 200 કિમી ઝડપે દોડશે
![vande bharat train](https://westerntimesnews.in/wp-content/uploads/2022/08/vandebharat.jpg)
દેશને ટૂંક સમયમાં ૭૫ નવી વંદે ભારત ટ્રેન મળશે
(એજન્સી)નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ૭૫ એઠવાડિયામાં ૭૫ વંદે ભારત ટ્રેન ચલાવવાના લક્ષ્ય સુધી પહોંચવાની કોશિશમાં રેલવે બોર્ડ ૧૫ ઓગસ્ટ પહેલા નવી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ શરૂ કરી દેવાશે. તેન સિવાય નવેમ્બર મહિનામાં રેલ યાત્રીઓ આ ટ્રેનમાં પોતાની સફરની મજા માણી શકશે. ત્રીજી વંદે ભારત ટ્રેન દક્ષિણ ભારતમાં ચલાવવામાં આવશે.
રેલવે સૂત્રોએ કહ્યું છે કે સેમી હાઈ સ્પીડ (૧૬૦-૨૦૦ કિમી પ્રતિ કલાક) વંદે ભારતનું ટ્રાયલ ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં શરૂ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી શકે છે. તેમણે કહ્યું હતું કે નવી વંદે ભારત ટ્રેનનું પરીક્ષણ રાજસ્થાનના કોટાથી મધ્ય પ્રદેશના નાગદા ખંડ પર કરવામાં આવશે. ટ્રાયલ દરમિયાન ટ્રેનની સ્પીડ ૧૦૦ થી ૧૮૦ કિમી પ્રતિ કલાકની રહેશે.
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/08/vandebharat1.jpg)
ત્રીજી નવી વંદે ભારત ટ્રેનને તેલંગણામાં ચલાવવામાં આવી શકે છે. આ ચૂંટણી રાજ્યમાં કેન્દ્ર સરકાર તેનો રાજકીય ફાયદો પણ ઉઠાવી શકશે. રેલવેનો દાવો છે કે પીએમ મોદીની જાહેરાત પ્રમાણે ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધી ૫ વંદે ભારત ટ્રેન પાટા પર દોડવા લાગશે.
કારણ કે પ્રોટોટાઈપ વંદે ભારત ટ્રેનની સફળતા પછી બાકીની ટ્રેનોનો ટ્રાયલ કરવાની આવશ્યકતા નથી. તેમણે કહ્યું કે રેલ ડબ્બા કારખાના ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીને વંદે ભારતના ૭૫ રેન્ક બનાવવાનો લક્ષ્ય આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે હાલની વંદે ભારતની અપેક્ષાએ નવા વંદે ભારતના કોચ વધારે સુવિધાજનક છે. આઈસીએફમાં દર મહિને વંદે ભારતની છ થી સાત રૈક(ટ્રેન) બનાવવાની ક્ષમતા છે.