આશાસ્પદ યુવકે લેણદારોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો
નોટમાં લખ્યું કે, મારે મરવું નથી પણ મને કોઈ જીવવા નથી દેવાનું, આજે ખબર પડી કે પૈસાથી મોટું બીજું કંઈ નથી
સુરત: સુરતમાં એક આશાસ્પદ યુવકે કોરોના લઈને ધધામાં મોટા પ્રમાણમાં નુકસાન થતા દેવું વધી ગયું હતું અને દેવું ન ચૂકવવાની સ્થિતિમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સુસાઇડ નોટમાં પૈસાની ઉઘરાણી કરીને માનસિક ત્રાસ ગુજારનાર ઈસમોના નામ લખ્યા છે. આ સાથે લખ્યું છે કે, મારે, મરવું નથી પણ મને કોઈ જીવવા નથી દેવાનું, આજે ખબર પડી કે પૈસાથી મોટું બીજું કંઈ નથી.
યુવાને ચાર પાનાની અંતિમ ચિઠ્ઠી લખી છે જે પોલીસના કબ્જે આવી છે જેમાં કેટલાક હ્રદય દ્વાવક સંવાદો છે. બનાવની વિગતો એવી છે કે સુરતના પાલનપુર પાટિયા રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા યુવક અલ્પેશ પટેલે આજે આપઘાત કરી લીધો હતો. આ આપઘાત બાદ મળેલી તેની અંતિમ ચિઠ્ઠીમાં ભાવુક વાતો બહાર આવી છે. લેણદારો વિશે આ સુસાઇડ નોટમાં લખ્યું છે કે મને વસંતભાઈ, વિક્કી, વિરકાકસ, વાસુ તેમજ કૈલાસ ભાઈનું એટલું પ્રેશર છે કે એના કારણે આ પગલું ભરું છું,
એ લોકો એવું કહે છે કે મરી જાવ તો અમે એમ માનીશું કે અમે કમાયા જ નથી પરંતુ જીવો છો અત્યારે જ પૈસા આપો નહીંતર તમારા ઘરની બહાર બેસીને આખી સોસાયટીમાં તમારી વાટ લગાવીશું. એમણે મારી વાઇફના ૦૯ ચેક લીધા છે જેમાં સહી ખોટી કરી છે. પૈસાથી મોટું આ દુનિયામાં કોઈ નથી એ આજે સમજાયું છે. મારે જીવવું છે પણ મારી પાસે કોઈ ઓપ્શન નથી. વાસુ અને વિકાસ મને કહે છે કે તને મારી નાખીશ, એ લોકોના હાથથી મરવા નથી માગતો એટલે હુ જાતે જ મરી જાવ છું. મારે જીવવું છે પણ મને ખબર છે કે મને કોઈ જીવવા દેવાનું નથી.
૩ મહિનાથી હેરાન થાવ છું પણ કોઈએ ખભે હાથ મૂકીને એવું નથી કીધું કે ચિંતા ન કર અમે છીએને. અલ્પેશે તેની પત્નીને સંબોધીને લખ્યું કે ‘ટીના સોરી હું તને કઈ નથી આપી શક્યો, તને જે જાેઈએ એ શાંતિ કોઈ દિવસ નથી આપી શકી. હંમેશા બધાની નજરમાં તું ખોટી પડે છે પણ મને લાગે છે એ મારા કારણે છે. મમ્મી પ્પપા ટીના હંમેશા સાચી હોય છે, હું ખોટો હોવ છું, ટીનાએ તમારા છોકરાને સુધારવા માટે એની લાઇફ બરબાદ કરી નાખી’ આ બધાથી કંટાળી ગયો છું અને જાતે જ આજે હું મરી જાવ છું. સોરી મરવું એ ઉપાય નથી
પરંતુ ઈજ્જત વગર જીવવું પણ નકામું છે, ક્યાં મરીશ, કેવી રીતે મરીશ એ નથી ખબર પણ મરી જઈશ. અલ્પેશ પટેલ પોતાના પરિવારની અને પત્નીની માફી માંગી હતી અને સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તેની ગાડી અને વાઈફના નામના ચેક ઉઘરાણી કરનારાઓને આપ્યા છે. જે તેમણે જબરજસ્તીથી લખાવી લીધાં છે.