આશા રાખું કે વર્ષ ૨૦૨૨ બધા માટે સારું રહે: રિયા
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી હવે સ્માઈલ સાથે નવા વર્ષ ૨૦૨૨નું વેલકમ કરવા માટે તૈયાર છે. રિયાએ સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોગ્રાફમાં ખૂબ જ ખુશ જાેવા મળી રહી છે. રિયા ચક્રવર્તીએ જણાવ્યું કે તમે મને આ ફોટોમાં સ્માઈલ સાથે જાેઈ રહ્યા છો. પણ, અહીં સુધી પહોંચવું મારા માટે એટલું પણ સરળ નહોતું.
સાથે જ રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લાંબી કેપ્શન પણ લખી છે. રિયા ચક્રવર્તીએ લખ્યું કે ૨૦૨૧નું વર્ષ જીવનમાં સુધારો કરી દુઃખ દૂર કરનાર રહ્યું અને સાથે જ પીડાદાયક પણ રહ્યું. પણ, હવે હું ખુશ છું અને જ્યારે ૨૦૨૧ના વર્ષ તરફ જાેઉં છું ત્યારે ચોક્કસપણે એક વાતનો ખ્યાલ આવે છે કે જે કોઈ તમને તોડી શકતા નથી જેથી તમે વધારે મજબૂત બનો છો.
સાથે જ રિયા ચક્રવર્તીએ ફેન્સને નવા વર્ષ ૨૦૨૨ની શુભેચ્છાઓ પાઠવી છે અને કહ્યું કે તમે તમારા પ્રિય વ્યક્તિ સાથે નવા વર્ષની ઉજવણી કરો. આશા રાખું કે આગામી વર્ષ ૨૦૨૨ તમારા બધા માટે સારું રહે. તમને પ્રેમ અને પ્રકાશ મળે. ગત વર્ષ ૨૦૨૦ બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી માટે કપરું રહ્યું.
કારણકે ગત વર્ષે તારીખ ૧૪ જૂન, ૨૦૨૦ના દિવસે રિયા ચક્રવર્તીનો એક્ટર બોયફ્રેન્ડ સુશાંતસિંહ રાજપૂત તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ સુશાંતસિંહ રાજપૂતના મોતના મુદ્દે રિયા ચક્રવર્તી પર કથિત આરોપો લાગ્યા હતા. આ સિવાય રિયા ચક્રવર્તીને ડ્રગ્સ કેસમાં કેટલાંક દિવસ જેલમાં પણ રહેવું પડ્યું હતું.
રિયા ચક્રવર્તીએ પોતાની એક્ટિંગનું ડેબ્યુ વર્ષ ૨૦૧૨માં તેલુગુ ફિલ્મ ‘તુનીગા તુનીગા’થી કર્યું હતું. અહીં નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ દરમિયાન બહાર આવેલા ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી એક મહિના સુધી જેલમાં રહી હતી. સુશાંત સિંહના મોત બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ડ્રગ કેસમાં ધરપકડ થઈ હતી.
નાર્કોટિક્સ બ્યૂરોએ તેના ભાઈને પણ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પછી બંને ભાઈ-બહેન જામીન પર બહાર આવ્યા ત્યારે સ્પેશિયલ કોર્ટે પોતાના ઓર્ડરમાં એમ પણ નોંધ્યું હતું કે રિયાના ભાઈ શૌવિક પર ડ્રગ ટ્રાફિકિંગનો કેસ નથી બનતો. કોર્ટનું આ નિરીક્ષણ શૌવિક ચક્રવર્તી માટે ખૂબ જ મોટી રાહત સમાન ગણાવાઈ રહ્યું હતું.SSS