આશિતા ધવન YRKKH માટે હવે શૂટિંગ શરૂ કરશે
મુંબઈ: લગભગ એક મહિના સુધી ગાયબ રહ્યા બાદ, એક્ટ્રેસ આશિતા ધવન યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નું શૂટિંગ કરવા માટે તૈયાર છે. તેણે આ વર્ષના જાન્યુઆરી મહિનામાં સીરિયલમાં એન્ટ્રી લીધી છે. રૂઇદ્ભદ્ભૐમાં આશિતા શિવાંગી જાેશીના પાત્ર સિરતની માતાનો રોલ પ્લે કરી રહી છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં એક્ટ્રેસે જણાવ્યું કે, હું કામ શરુ કરવા માટે તલપાપડ થઈ રહી હતી, કારણ કે મારી જરૂરિયાત હાલ આ છે. મેં તેમની સાથે છેલ્લો શોટ ૧૨મી એપ્રિલે આપ્યો હતો. કામ શરુ કરવાની સાથે મહામારીના
આ સમયમાં પોતાની સ્થાયી આવક હોવાથી આશિતાને રાહતનો હાશકારો મળ્યો છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મારો શો ‘નઝર’ ઓફ-એર થયા બાદ તરત જ દેશવ્યાપી લોકડાઉન આવી ગયું હતું. જ્યાં સુધી શો ઓછામાં ઓછા બે વર્ષ સુધી ચાલે નહીં ત્યાં સુધી કલાકાર પૈસા કમાતો નથી.
હાથમાં કામ નહોવાથી, મારી પાસે બચતમાંથી ઘર ચલાવવા સિવાય બીજાે કોઈ ઉપાય નહોતો. આ સિવાય હું ઈએમઆઈ પણ ભરતી હતી. જ્યારે તમારી પાસે સ્થાયી આવક ન હોય ત્યારે ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની જાય છે. કોવિડ-૧૯ની બીજી લહેરમાં કેસમાં જબરદસ્ત વધારો થતાં મહારાષ્ટ્ર સરકારે શૂટિંગ પર પ્રતિબંધ મૂક્યા બાદ, મોટાભાગના યુનિટ શૂટિંગ માટે અન્ય રાજ્યોમાં ગયા છે.
આઠ વર્ષના ટિ્વન્સ, અમાયરા અને અરહાનને છોડીને શું તું અન્ય શહેરમાં શૂટિંગ કરવા માટે કમ્ફર્ટેબલ છે? તેમ પૂછતાં તેણે કહ્યું કે, ‘ઈન્ડસ્ટ્રીમાં કામ કરતાં તમામ પેરેન્ટ્સ માટે આ ખરાબ સ્થિતિ છે. આવકનો અન્ય સ્ત્રોત ધરાવતા લોકો માટે કામની ના પાડવી અને પરિવાર સાથે રહેવું સરળ છે. જાે કે, મારા કેસમાં એવું નથી અને તેથી કામ કરવું જરૂરી છે. કમાણી હશે તો જ ઘર ચાલશે. મારા બાળકો મારા વગર રહી શકશે, પરંતુ ઘરે બેસવાનો વિકલ્પ મારી પાસે નથી.