આશિષ ઝવેરીની GCCIની મહાજન સંકલન સમિતિના ચેરમેન તરીકે નિમણૂક
અમદાવાદ, સમાજમાં અમુક વ્યક્તિ સેવાના મક્કમ નિર્ધાર સાથે પોતાની કામગીરી સુપેરે બજાવતા હોય છે. જેમાંના એક છે આશિષભાઈ ઝવેરી વ્યવસાયે એક બિઝનેસમેન હોવા છતાં સમય નીકાળીને નાના-મોટા તમામ વહેપારી આગેવાનો,
એસોસીએશનો સાથે સંકલન સાધીને સમાજનું- વેપારી જગતનું નિસ્વાર્થભાવે કામ કરતા આશિષભાઈ ઝવેરીની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના મહાજન સંકલન કમિટીના ચેરમેન તથા એકિઝકયુટીવ કમિટીમાં આમંત્રિત મેમ્બર તરીકે નિમણૂક કરાઈ છે.
છેલ્લા લગભગ સાત વર્ષથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI Ahmedabad)સાથે જાેડાયેલા આશિષભાઈ મીડિયા કમિટીના કો.ચેરમેન તરીકે કામગીરી બજાવી ચૂકયા છે. તદ્ઉપરાંત સ્માટ કમિટી (શોપ્સ- મોલ એન્ડ રીટેઈલ સેલર્સ એસોસીએશન)ના કો- ચેરમેન તરીકે કામગીરી કરી છે મહાજન સંકલન કમિટીના ચેરમેન તરીકે છેલ્લા બે વર્ષથી તેઓ કાર્યભાર સંભાળી રહયા છે.
કોરોના કાળમાં મહાજનો- વહેપારી એસોસીએશન તથા એ.એમ.સી.ના સહયોગથી કોરોનાની વેકસીન મુકાવવામાં વહેપારી જગતમાં તેમણે ઉમદા કામ કરેલુ છે શ્રમિકો માટે ઈ-શ્રમ કાર્ડ ૩૦૦૦થી વધારે કઢાવીને વહેપારી એસોસીએશનને સહકાર આપ્યો છે
તો ચેમ્બર મહાજનના ધ્વારે અંતર્ગત કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડયા છે. તાજેતરમાં ચેમ્બરના સહયોગથી વહેપારી એસોસીએશનો સાથે સંકલન સાધી બ્લડ ડોનેશન કેમ્પ યોજી ૮૦૦ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં તેમનો વિશેષ ફાળો રહયો છે.