આશ્રમની બંને સંચાલીકા વિરૂદ્ધ ગંભીર ગુનાઓ દાખલ
અમદાવાદ: અમદાવાદ શહેરનાં હાથીજણ વિસ્તારમાં આવેલાં નિત્યાનંદ આશ્રમમાંથી (2 young women missing from Nityanand Ashram in Hathija, Ahmedabad) બે યુવતીઓ લાપતાં બનવાની ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં રાજ્ય સરકારે પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠવાં લાગતાં સીટની રચના કરી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
આ દરમ્યાનમાં પોલીસ અધિકારીઓએ આ કેસમાં આજે મહત્ત્વપૂર્ણ કામગીરી કરી આશ્રમની સંચાલિકાઓ તત્વપ્રિયા અને પ્રાણપ્રિયાની ધરપકડ (Gujarat Police arrested Tatvapriya and Pranpriya) કરી તેઓની સામે બાળકોને ગોંધી રાખવા, બાળકો ઉપર ટોચરિંગ કરવું તથા તેમની સાથે મજૂરી કામ કરવા ઉપરાંત યુવતીઓને લાપતાં કરવા સહિતની ગંભીર કલમો લગાડી છે અને આ બંનેને આજે કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ માંગવામાં આવનાર છે.
સ્વામી નિથ્યાનંદ સામે પણ આજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમની વિરૂધ્ધ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યાનું પોલિસ અધિકારીએ જણાવ્યું છે.
યુવતીઓ લાપતાં થવાની ઘટનામાં તપાસનીશ અધિકારીઓને આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયા સહકાર નહીં આપતી હોવાથી અધિકારીઓ મૂંઝાયા હતા
ગઈકાલે લેવાયેલા નિર્ણય મુજબ આજે સવારથી જ પોલીસે આ ઘટનામાં ઘનિષ્ટ તપાસ શરૂ કરી દીધી હતી. અને આશ્રમમાં પ્રવેશી બંને સંચાલિકાઓ તથા અન્ય સ્ટાફની પૂછપરછ શરૂ કરી હતી.
જાકે આજે સવારે પણ પોલીસ અધિકારીઓએ બાળકોને ગોંધી રાખવા ઉપરાંત યુવતીઓને લાપતા કરવા અંગેની પૂછપરછ કરતાં તેઓ જવાબ આપતાં નહતા. જેનાં પરીણામે બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બંને સંચાલિકાઓ વિરૂદ્ધ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધવામાં આવ્યાં છે. જેનાં પરીણામે હવે આશ્રમની સંચાલિકાઓની મુશ્કેલીઓ વધવા લાગી છે.