“આશ્રમ-૩” સીરીઝ ૩૨ કલાકમાં ૧૦૦ મિલિયન વખત જોવાઈ
મુંબઈ, Mx player ઓરીજીનલ વેબ સિરીઝ એક બદનામ – આશ્રમ ૩લોકોને ખૂબ જ ગમી રહી છે. અગાઉની બે સિઝન બાદ બનેલાં માહોલના કારણે ત્રીજી સિઝન સુપરડુપર હિટ જઈ રહી છે.
અહેવાલો મુજબ માત્ર ૩૬ કલાકમાં જ આ સિરીઝ ૧૦૦ મિલિયન વખત જાેવામાં આવી છે. પ્રથમ બે સિઝનની દર્શકોએ ખૂબ પ્રશંસા કરી હતી, જેના કારણે તે ઓટીટી પર સૌથી વધુ જાેવાયેલી શ્રેણી બની છે.
આશ્રમની પ્રથમ બે સીઝન લગભગ ૧૬૦ મિલિયન પ્રેક્ષકો દ્વારા જાેવામાં આવી હતી. બીજી તરફ સીઝન ૩નું ટ્રેલર રિલીઝ થયાના છ કલાકમાં જ આ શો ભારતભરમાં યુટ્યુબ પર નંબર ૧ પર ટ્રેન્ડ થઈ રહ્યો હતો. આ સિરીઝ રિલીઝ થયા બાદ તેના વાર્તા, પાત્રો અને વિષય ચર્ચાનો વિષય બન્યા છે.
આશ્રમ સિરીઝ બાબા નિરાલાના જીવન પર પ્રકાશ પાડે છે. બદનામ આશ્રમ-૩માં બાબા નિરાલા નીડર બની ગયા છે અને તેમની સત્તા માટેની ઝંખનાએ તેમને અજેય બનાવી દીધા છે. તે પોતાની જાતને બધાથી ઉપર માને છે અને વિચારે છે કે તે ભગવાન છે.
આશ્રમની શક્તિ ચરમ પર છે. આ આશ્રમ મહિલાઓના શોષણ, ડ્રગ્સ અને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં લિપ્ત રહે છે અને સમાજમાં સત્તા મેળવવા પ્રયાસ કરે છે. બીજી તરફ પમ્મી બાબા નિરાલા પાસે બદલો લેવા માંગે છે.
MX Mediaના ચીફ કન્ટેન્ટ ઓફિસર ગૌતમ તલવારે જણાવ્યું હતું કે, એમએક્સ પ્લેયરમાં અમારો ઉદ્દેશ હંમેશા જરા હટકે સ્ટોરીઝ બતાવવાનો છે.
દર્શકોનું મનોરંજન કરવા માટે અમે વાર્તાકારોને ઉત્તમ સ્ટોરી બતાવવા પ્રોત્સાહિત કરીએ છીએ. તેમણે ઉમેર્યું કે, એક બદનામ આશ્રમ ૩ સિરીઝ જાેવા માટે દર્શકોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. આ વાતનો પુરાવો એ છે કે, બીજી સિઝન ૧૭ કલાકથી પણ ઓછા સમયમાં ૫૦ મિલિયનને પાર કરી ગઈ છે અને ત્રીજી સિઝન લોન્ચ થયાના માત્ર ૩૨ કલાકમાં ૧૦૦ મિલિયનને પાર કરી ગઈ છે.
અમે ભવિષ્યમાં પણ અસરકારક સ્ટોરી બતાવવાનું ચાલુ રાખવાનો પ્રયાસ કરીશું. તેમજ અમારા પ્રેક્ષકોએ કરેલી પ્રશંસા બદલ આભાર માનુ છું. નિર્માતા અને દિગ્દર્શક પ્રકાશ ઝા કહે છે કે, આશ્રમ અને અત્યાર સુધીમાં રિલીઝ થયેલી તમામ સીઝન પર અમને ખૂબ ગર્વ છે.
પ્રેક્ષકોએ ફરી એકવાર તેમનો પ્રેમ બતાવ્યો છે અને અમે તેમના પ્રતિસાદથી અભિભૂત થઈ ગયા છીએ. આખી કાસ્ટ અને ક્રૂએ અથાક મહેનત કરી છે અને અમને ખુશી છે કે અમને એમએક્સ પ્લેયરનો સારો સહકાર મળ્યો છે. અમે અમારા ભાવિ વેંચરની પણ રાહ જાેઈ રહ્યા છીએ.
અમે અમારા પ્રેક્ષકોનો આભાર માનીએ છીએ. અહીં ઉલ્લેખનીય છે કે, આ સિરિઝમાં બોબી દેઓલ, અદિતિ પોહનકર, ચંદન રોય સાન્યાલ, દર્શન કુમાર, અનુપ્રિયા ગોએન્કા, એશા ગુપ્તા, સચિન શ્રોફ, અધ્યયન સુમન, ત્રિધા ચૌધરી, વિક્રમ કોચર, અનુરિતા કે ઝા, રુશાદ રાણા, તન્મય રંજન, પ્રીતિ સૂદ, રાજીવ સિદ્ધાર્થ અને જયા સીલ ઘોષ પણ છે.SS1MS