આસનસોલના સતગ્રામમાં ભાજપ કાર્યાલયમાં તોડફોડ
કોલકતા, પશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણી બાદ ફરી રાજકીય હિંસા ભડકી છે.આસનસોલ લોકસભા બેઠક પર ટીએમસીના ઉમેદવાર તરીકે શત્રુઘ્ન સિંહાની જીત બાદ ટીએમસી કાર્યકરોએ ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરી હતી.
આ ચૂંટણીમાં પરાજિત થયેલા ભાજપના ઉમેદવાદ અગ્નિમિત્રા પોલે આરોપ લગાવ્યો હતો કે, ભાજપના કાર્યાલય પર ટીએમસીના કાર્યકરોએ પોતાની પાર્ટીનો ઝંડો ફરકાવી દીધો હતો , પાર્ટી કાર્યાલયમાં તોડફોડ તો કરવામાં આવી જ હતી પણ સાથે સાથે કાર્યાલયમાં લગાવેલી પીએમ મોદીની તસવીર પણ ફેંકી દેવામાં આવી હતી અને તેની જગ્યાએ મમતા બેનરજીનો ફોટો લગાવી દેવાયો હતો.
અગ્નિમિત્રા પોલે તોડફોડનો એક વિડિયો પણ શેર કર્યો છે અને પોતાના દાવાને સાચો સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે.સાથે સાથે ટીએમસીને અને મમતા બેનરજીને ટેગ કરીને કહ્યુ છે કે, તમને સન્માન ત્યારે જ મળશે જ્યારે તમે બીજાને સન્માન આપશો.HS