આસામથી આવનારા ૪ ગજરાજાને રથયાત્રામાં સામેલ કરાશે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ૪થી જુલાઈના રોજ નીકળનારી ૧૪રમી રથયાત્રાની જગન્નાથજીના મંદીરમાં ભારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથ રંગવાના રીપેર કરવાના કામો પણ થઈ રહયા છે. તથા શહેર તથા આજુબાજુના ગામોથી લોકો દર્શનાથે આવતા મંદીરમા ભારે ભીડ જાવા મળી રહી છે.
દરમ્યાન પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ૧૦થી૧૪ વર્ષની ઉંમરના જ ગજરાજા અમદાવાદ રથયાત્રામાં ભાગ લેવા આવનાર છે. આ ૪ ગભરાયેલા ર નર તથા ર માદા હોવાનું જાણવા મળે છે.
જગન્નાથજી મંદીરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ જણાવ્યું હતું કે છ માસ અગાઉ આસામ વનવિભાગ માટે આ માટે વાતચીત થઈ હતી. અને આસામ વનવિભાગ તરફથી ૪ હાથીઓને રથયાત્રામાં ભાગ લેવા માટે મોકલવાની મંજુરી પણ મળી છે. અને ૪ ગજરાજા ઓખા-ગૌહાટી એક્ષપ્રેસ દ્વારા અમદાવાદ આવી રહયા છે.
રથયાત્રાના પ્રસંગ બાદ છ માસની અંદર આ હાથીઓને આસામ પરત કરાશે તેમણે જણાવ્યુંકે હાથી-ગજરાજ એ શ્રી ગણેશજીનું સ્વરૂપ માનવામાં આવે છે. અને શુકનીયાળ પણ ગણાય છે. શહેરમાં ભૂતકાળમાં જયાં રમખાણો ફાટી નીકળ્યા હતાં ત્યારે ગજરાજાઓએ જ રથયાત્રામાં ભાગ લેતા ભાવિકોનું રક્ષણ કર્યું હતું. અને ૩ રથોને સહીત જગન્નાથજીના મંદીરે પરત લાવવાનો ભારે યોગદાન આપ્યું હતું.
ગજરાજાની પરંપરા યોજાતી ધાર્મિક પુજા-અર્ચના રથયાત્રાના બે દિવસ પહેલા કરવામાં આવશે. ઝુના સુપ્રિટેન્ડેન્ટ ડો.કે.કે. શાધુના જણાવ્યા મુજબ શહેરનું ઉષ્ણતાપમાન ગજરાજા પર અસર કરતું હોય છે. આસામ તથા અહીના વાતાવરણમાં ઘણો ફેર હોય છે. આસામથી આવનારા ગજરાજાની એક્ષપર્ટોની બનેલી કમીટી મેડીકલ ટેસ્ટ લેશે, જેથી ગજરાજા રથયાત્રામાં સાબિલ કરી શકાશે. તે નકકી કરી શકાય.