આસામના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઇની તબિયત બગડી
ગોવાહાટી, આસામના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઇની તબિયત અચાનક કથળી ગઇ છે.હોસ્પિટલમાં દાખલ તરૂણ ગોગોઇની સારવાર ચાલી રહી છે તેમને કોરોના ચેપ લાગ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયાં છેલ્લા ઘણા દિવસોથી તેમની સારવાર ચાલી રહી છે સોમવારે મોડી રાતે સાડા અગિયાર વાગે તેમની તબિયત વધુ લથડી હતી.
આસામના આરોગ્ય મંત્રી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જીએમસીએચ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ મળ્યા બાદ તરૂણ ગોગોઇને દાખલ કરવામાં આવ્યા હતાં સોમવારે મોડી રાતે તેમની તબીયત લખડી હતી તેમના શરીરમાં ઓકિસજનનું સ્તર ઘટવા લાગ્યુ હતું આસામ સરકારે શેર કરેલી માહિતી અનુસાર ગોગોઇના શરીરમાં ૮૮ ટકા સુધી ઓકિસજનનું સેચુરેશન સ્તર ઘટયુ છે.
ડોકટરોની ટીમે તુરંત જ ૧ યુનિટ પ્લાઝમાની સાથે સાથે બે લીટર ઓકિસજનની સપ્લાય તેમના શરીરમાં આપી છે હવે તેમના શરીરમાં ઓકિસજનનું સેચુયરેશન સ્તર ૯૬થી ૯૭ ટકા સુધી પહોંચી ગયું છે એ યાદ રહે કે ગોગોઇને કોરોનાથી ચેપ લાગ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ છેલ્લા કેટલાક દિવસોમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને તપાસ કરવા વિનંતી કરી છે તેમણે પોતે ટ્વીટ કરી કોરોના પોઝીટીવ હોવાનું જણાવ્યું છે.HS