આસામના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઇનું કોરોનાથી નિધન થયું
ગોવાહાટી, આસામના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઇનું આજે નિધન થયું છે તેઓ ૮૪ વર્ષના હતાં તેઓને ઓગષ્ટમાં કોરોના થયો હતો તેઓ એક વખત સ્વસ્થ પણ થઇ ગયા હતાં પરંતુ પોસ્ટ કોવિડ કોમ્પિલકેશન્સનો સામનો કરી રહ્યાં હતાં ગોવાહાટીની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતાં તેઓ ત્રણ વખત આસામના મુખ્યમંત્રી રહ્યાં હતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી,રાહુલ ગાંધી સહિતના નેતાઓએ તેમના નિધન પર શોકની લાગણી વ્યકત કરી છે.
ગોગોઇને ૨ નવેમ્બરથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં શનિવારે તેમની સ્થિતિ બગડતા તેમને વેેન્ટિલેટર પર શિફટ કરવા પડયા હતાં રવિવારે છ કલાક સુધી ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું પરંતુ શરીરમાં ફરીથી ટોકિસન જમા થઇ ગયું હતું. જે બાદ તેમનું બીજીવાર ડાયાલિસિસ કરવામાં આવી શકયુ ન હતું. ૨૫ ઓગષ્ટના રોજ તેઓ કોરોના સંક્રમિત થયાની જાણ થતાં તેમને ગોવાહાટી મેડીકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ૨૫ ઓકટોબરે રજા આપવામાં આવી હતી.
ગોગોઇ ઇન્દિરા ગાંધીના સમયમાં ૧૯૭૧માં પ્રથમ વખત લોકસભા સાંસદ બન્યા હતાં રાજીવ ગાંધીના સમયમાં તેઓ ૧૯૮૫થી ૧૯૯૦ સુધી કોંગ્રેસના મહાસચિવ રહ્યાં હતાં પી વી નરસિંહ રાવના સમયમાં તેઓએ ખાદ્ય અને ટેકનોલોજી મંત્રાલયના રાજયમંત્રી તરીકે સેવા આપી હતી.તેઓ કુલ છ વખતે લોકસભામાં ચુંટાયા હતાં અને તેઓ ૧૯૭૧થી ૧૯૮૫ દરમિયાન ત્રણ વખત જાેરહટથી સાંસદ રહ્યાં હતાં ત્યારબાદ ૧૯૯૧-૯૬ અને ૧૯૯૮-૨૦૦૨ દરમિયાન સાંસદ રહ્યાં અત્યારે તેમની બેઠક પર ગૌરવ ગોગોઇ સાંસદ છે.
ગોગોઇના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કર્યું કે તેમના જવાથી મનને ખુબ દુખ થયું છે. દેશને એક અનુભવી નેતા સમૃધ્ધિ રાજનીતિક અને પ્રશાસનિક અનુભવવાળા વ્યક્તિને ગુમાવી દીધો છે. તેમનું નિધન એક યુગના અંતનું પ્રતીક છે તેની સાથે જ તેમણે દુખની આ ઘડીમાં તેમના પરિવાર દોસ્તો અને સમર્થકો પ્રત્યે ઉડી સંવેદના વ્યકત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર ઉડું દુખ વ્યકત કરતા કહ્યું કે તરૂણ ગોગોઇ એક લોકપ્રિય નેતા અને એક કુશળ પ્રશાસક હતાં તેમણે આસામની સાથે સાથે કેન્દ્રનો પણ રાજનીતિક અનુભવ હતો. તેમના નિધનથી ખુબ દુખ થયું છે દુખની આ ઘડીમાં મોરો વિચાર તેમના પરિવાર અને સમર્થકોની સાથે છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ ગોગોઇના નિધન પર શોક વ્યકત કર્યો છે.રાહુલે કહ્યું કે ગોગોઇ એક સાચા કોંગ્રેસી નેતા હતાં તેમણે પોતાનું જીવન આસામના તમામ લોકો અને સમુદાયોને એક સાથે લાવવા માટે સમર્પિત કરી દીધુ હતું મારા માટે તે એક મહાન અને બુધ્ધિમાન શિક્ષક હતાં હું તેમને હંમેશા યાદ રાખીશ પ્રિયંકાએ કહ્યું કે ગોગોઇ આસામની લોકપ્રિય અને સર્વમાન આવાજ હતાં એક કર્મઠ કોંગ્રેસી નેતા જેમણે પોતાનું સમગ્ર જીવન આસામના લોકોની સેવામાં લગાવી દીધુ હું તેમને શ્રઘ્ઘાંજલિ અર્પિત કરૂ છું.HS