આસામની ૩૯ બેઠકો પર સરેરાશ ૭૦ ટકા મતદાન થયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/asam-vote-1024x683.jpg)
ગોવાહાટી, આસામમાં પ્રથમ તબક્કાની ૪૭ બેઠકોના મતદાન બાદ આજે બીજા તબક્કાની ૩૯ બેઠકો માટે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાયું હતું બીજા તબક્કામાં સરેરાશ ૭૦ ટકા જેટલું મતદાન થયું હતું. મહિલાઓ યુવાનોએ મતદાનમાં ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
આસામમાં ચાર વાગ્યા સુધી ૬૩.૦૪ ટકા મતદાન થયું હતું સવારે મતદાનની ગતિમાં તેજી જાેવા મળી હતી મતદારો મતદાન શરૂ થાય તે પહેલા મતદાન કેન્દ્રો પર લાઇનો લગાવીને ઉભા રહી ગયા હતાં બપોરે મતદાનની ટકાવારી ધીમી રહી હતી.મતદાન દરમિયાન કોઇ અપ્રિય ધટના બની હોવાના અહેવાલો નથી જાે કે કેટલાક સ્થળોએ ઇવીએમ મશીનમાં ખરાબી હોવાના અહેવાલો મળ્યા હતાં.
અધિકારીના જણાવ્યા અનુસાર ઇવીએમમાં ગડબડીની ફરિયાદ બાદ મશીનો બદલી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. બરાક ઘાટી પર્વતીય વિસ્તાર અને મધ્ય અને નિચલા આસામના ૧૩ જીલ્લાના ૧૦,૫૯૨ મતદાન કેન્દ્રોમાંથી મોટાભાગની બહાર સવારે મતદારોની લાંબી લાઇનો જવા મળી હતી.
મોટી સંખ્યામાં મહિલાઓ પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી હતી. કોંગ્રેસના નેતા સુષ્મિતા દેવે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને જણાવ્યું હતું કે કોંગ્રેસનો વિજય થશે તેમણે કહ્યું કે ભાજપ એક સાંપ્રદાયિક ગઠબંધન છે. તેમણે સિલચરમાં મતદાન કર્યું હતું.
બપોરના ૧૧ વાગ્યા સુધી આસામમાં ૨૧.૭૧ ટકા મતદાન થયું હતું ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ બદરૂદ્દીન અજમલે હોજાેઇમાં બુથ નંબર ૨૧ પર પોતાનો મત નાખ્યો હતો પૂર્વ રાજયમંત્રી રેલવે અને ભાજપ નેતા રાજન ગોહિને નવાંગ ખાતેના મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતું.