Western Times News

Gujarati News

આસામમાં એનઆરસીના લીધે ૨૭ લાખના આધાર કાર્ડ સ્થગિત

Files Photo

ગુવાહાટી: આસામ વિધાનસભામાં આંચકાજનક માહિતી આપતા રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના પ્રધાન રંજીત કુમાર દાસે સ્વીકાર્યુ હતું કે આધારના ૨૭,૪૩,૩૬૯ નામ લટક્યા છે. આ બાયોમેટ્રિક્સને ક્લેમ્સ અને ઓબ્જેક્શન એટલે કે દાવા અને વાંધાની પ્રક્રિયા દરમિયાન એકત્રિત કરવામાં આવ્યા હતા. તેની પ્રક્રિયા નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) નો ડ્રાફ્ટ જુલાઈ ૨૦૧૮માં પ્રકાશિત થયા પછી શરૂ થઈ હતી. તેમા ૧૯,૦૬,૬૫૭ લોકોને સમાવવવામાં આવ્યા હતા, જે ઓગસ્ટ ૨૦૧૯ની અંતિમ એનઆરસીમાંથી બાકાત રહી ગયા હતા

ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (એઆઇયુડીએફ) ના વિધાનસભ્ય અશરફ ઉલ હુસૈનના સવાલના જવાબમાં આ વાત બહાર આવી હતી. દાસે જણાવ્યું હતું કે હવે કેન્દ્રએ નક્કી કરવાનું છે કે આ આધાર એનરોલમેન્ટ કે નંબર અધિકૃત ગણવા કે નહી. અંતિમ એનઆરસી પ્રકાશિત થયા પછી આ ૨૭ લાખ લોકોના નામ સ્થગિત થઈ ગયા હતા અને કેન્દ્રને તેની સમક્ષ અનફ્રીઝ કરવાની અપીલ કરવામાં આવી છે. તેમા કહેવાયું છે કે એનઆરસી કંઈ નાગરિકત્વ માટેનો પુરાવો નથી. આ પ્રક્રિયા ત્યાંથી આગળ વધી નથી.

તેની વિપરીત અસર આ લોકોના જીવન પર પડી છે. તેઓને આધાર સાથે જાેડાયેલા સામાજિક અધિકારો મળી રહ્યા નથી. તે બાબત નોંધનીય છે કે આધારને હવે બેન્કિંગથી લઈને રાંધણગેસ સુધી તથા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હાઉસિંગ સુધી બધા સાથે જાેડી દેવાયું છે. આ ઉપરાંત જાહેર વિતરણ પ્રણાલિ હેઠળ ફૂડ સબસિડી પણ સીધી આધાર લિંક ખાતામાં જમા થાય છે. આસામના નાગાંવ જિલ્લામાં સૌથી વધુ લોકો આ યાદીની બહાર છે. તેના પછી બારપેટા, દરંગ, હોજલ અને કેચર પણ ટોચના પાંચમાં આવે છે.

આ બાબત વધુ એક ઉદાહણ છે કે તંત્ર આ ભોગ બનેલા લોકો સામે કેવો આઉટસાઇડર એટલે કે બહારના હોય તેવો વ્યવહાર કરી રહ્યુ છે. આ જ પક્ષની રચાયેલી સરકારની અગ્રતાઓ જુદી છે જે તાજેતરના પગલાઓમાં જણાઈ છે. કોવિડની તકલીફ અને ચોમાસાની વચ્ચે તેણે નવું ગૌસંરક્ષણ બિલ રજૂ કર્યા છે, જે તેની અગ્રતાઓ પરત્વે નિર્દેશ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.