આસામમાં ચુંટણી કાર્યાલયમાંથી ૫૫ લાખની રૂપિયા ચોરી થઇ
ગોવાહાટી: આસામમાં આવતીકાલ છ એપ્રિલે ત્રીજા અને અંતિમ તબકકાનું મતદાન થનાર છે જાે કે તે પહેલા બે સરકારી કર્મચારીઓની ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. કહેવાય છે કે આ બંન્ને કર્મચારી બારપેટા જીલ્લામાં ચુંટણી પંચની કચેરીમાંથી ૫૫ લાખ રૂપિયાની ચોરી કરી રહ્યાં હતાં આ દરમિયાન તેઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતાં આથી તેમને પોલીસને હવાલે કરવામાં આવ્યા છે.
ચોરીની આ ઘટના ત્રણ એપ્રિલની સવારે પરિણામ આપવામાં આવ્યું હતું તેમાંથી એક કર્મચારી ચુંટણી પંચની કચેરીમાં જ કોમ્પ્યુટર ઓપરેટરના પદે પર તહેનાત હતો તો બીજાે જુનિયર આસિસ્ટેંટના પદ પર કામ કરી રહ્યો હતો મામલાની માહિતી મળ્યા બાદ બારપેટા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી આ સાથે જ બંન્ને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને ચોરીની રકમ કબજે કરવામાં આવી છે.
જાણકારી અનુસાર ચુંટણી પંચની કચેરીમાં રાખવામાં આવેલ ૫૫ લાખ રૂપિયા છ એપ્રિલે યોજાનાર અંતિમ તબક્કાના મતદાન માટે નિકાળવામાં આવ્યા હતાં હક્કીતમાં આ રૂપિયાને ચુંટણી ફરજમાં લાગેલ કર્મચારીઓ પર ખર્ચ કરવામાં આવનાર હતાં પોલીસે કહ્યું કે બારપેટામાં જે અધિકારીઓની ફરજ ચુંટણીમાં લાગી છે તેમને નાસ્તા પાણી અને અન્ય ખર્ચ માટે ૫૫ લાખ રૂપિયા કાઢવામાં આવ્યા હતાં આ રકમ ચુંટણી અધિકારીની ચેમ્બરમાં રાખવામાં આવી હતી અહીંથી બંન્ને આરોપીઓએ તેને ઉઠાવ્ય હતાં. પોલીસે કહ્યું કે પાંચ અલગ અલગ સ્થળોથી રકમ કબજે કરી છે.