આસામમાં પૂરથી ૨૬ જિલ્લાના લાખો લોકો પ્રભાવિત, ૮૯ના મોત

ગોવાહાટી, પૂર્વોત્તર રાજ્ય અસમમાં પૂરથી ઘણી ખરાબ સ્થિતિ છે અને ૨૬થી વધુ જિલ્લા પ્રભાવિત છે. રાજ્યમાં ૨૨ જુલાઈ સુધી પૂરના કારણે ૮૯ લોકોના મોત થઈ ગયા છે. આ માહિતી અસમ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટે આપી છે. એએસડીએમડીના પૂર માટે જારી રિપોર્ટ અનુસાર બારપેટા, દિબ્રુગઢ, કોકરાઝાર, તિનસુકિયા સહિત ઘણા જિલ્લા પૂરથી પ્રભાવિત છે. આ સાથે જ પ્રભાવિત લોકોની સંખ્યા ૨૬,૩૧,૩૪૩ છે. ૨,૫૨૫ ગામો ફરીથી પ્રભાવિત બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓના વધતા જળ સ્તરના કારણે ૨,૫૨૫ ગામો ફરીથી પ્રભાવિત થઈ રહ્યા છે. જેના કારણે ૧,૧૫,૫૧૫.૨૫ હેક્ટર પાક પ્રભાવિત થયો છે.
પ્રભાગીય વન અધિકારી, પૂર્વ અસમ વન્યજીવન પ્રભાગ અનુસાર, પૂરના કારણે કાઝીરંગા નેશનલ પાર્ક પાસે ૧૨૦ જાનવરોના અત્યાર સુધી મોત થઈ ગયા છે. વળી, ૧૪૭ને રેસ્ક્યુ કરવામાં આવી ચૂક્યા છે. કાઝીરંગામાં પાણી ભરાઈ જવાના કારણે અહીંના ઘણા જાનવર રસ્તો પાર કરીને ઉંચા સ્થળો તરફ જતા દેખાયા છે. આ સાથે જ અત્યાર સુધી ૩૯૧ રાહત શિબિરોના માધ્યમથી ૪૫,૨૮૧ લોકોની મદદ કરવામાં આવી ચૂકી છે. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ દળ (એસડીઆરએફ), રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ દળ(એનડીઆરએફ) સર્કલ ઑફિસ અને સ્થાનિક લોકોએ અત્યાર સુધી ૪૫૨ લોકોને પણ નુકશાન પહોંચાડ્યુ છે. બુધવારે જ કેન્દ્રએ પહેલા તબક્કામાં પૂર મેેનેજમેન્ટ કાર્યક્રમ (એફમપી) યોજના હેઠળ ૩૪૬ કરોડ રૂપિયાની રાહત રકમની ઘોષણા કરી છે. ભૂટાન સાથે પણ વાતચીત કરવામાં આવશે આ સાથે જ રાજ્યના નીચાણવાળા ભાગોમાં પૂરની સમસ્યાને ઉકેલવા માટે ભૂટાન સાથે પણ વાતચીત કરવામાં આવશે. આ કેસમાં અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સાથે વીડિયો કાૅન્ફરન્સિંગના માધ્યમથી બેઠક પણ કરી છે. જેમાં તેમણે રાજ્યની લેટેસ્ટ સ્થિતિની માહિતી આપી છે.