આસામમાં ભયાનક પૂરથી નષ્ટ થયો કાજીરંગા પાર્ક, ૪૭ પ્રાણીઓના મોત
ગોવાહાટી: આસામમાં આવેલા ભયાનક પૂરના કારણે કાજીરંગા નેશનલ પાર્ક બરબાદ થયો છે. પાર્કનો ૯૦ ટકા ભાગ પાણીમાં ડૂબી ગયો છે. ૪૭ જનાવરોના મોત થયા છે. જ્યારે અનેક પ્રાણીઓ લાપતા છે. આ ઉપરાંત જંગલમાંથી ભાગેલા વાઘ આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યા હતા. કાજીરંગા નેશનલ પાર્ક અને પોબિતોરા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યૂરીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. એક શિંગડાવાળા ગેંડા, હરણ અને હાથી ભાગીને ઉંચાઈવાળી જગ્યાઓ ઉપર જતા રહ્યા છે.
અનેક જીવો તો ઉંચાઈ વાળી જગ્યાઓ ઉપર બનેલા શેલ્ટરોમાં સંતાઈ ગયા છે. મોટાભાગના જાનવર કાર્બી આંગલોગ હિલ્સ તરફ ભાગ્યા છે. રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસનને પાર્કની બાજુમાં નીકળતા હાઈવે-૩૭ ઉપર ગાડીઓની સ્પીડ ઓછી કરવાનો આદેશ આપ્યો છે. આનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. કારણ કે જેથી હાઈવે પાર કરીને પ્રાણીઓ ઉંચાઈવાળી જગ્યાએ જઈ શકે. કાજીરંગા નેશનલ પાર્ક ઓથોરિટી અનુસાર આખા નેશનલ પાર્કમાં ૯૦ ટકા વિસ્તાર પૂરના પાણીમાં ડૂબી ગયો છે. પાર્કની અંદર બનાવેલા ૨૨૩ શિકાર-રોધી કેમ્પોમાંથી ૧૬૬ કેમ્પો પાણીની અંદર ડૂબી ગયા છે.
આ ઉપરાંત પાર્કના કર્મચારીઓએ સાત શિકાર રોધી કેમ્પ છોડી દીધા છે. પાર્ક ઓથોરિટીએ જણાવ્યું કે આશરે ૪૭ પ્રાણીઓ માર્યા ગયા છે. જેમાંથી એક ગેન્ડો, ૪૧ હોંગ ડિયર, ત્રણ જંગલી સુવરનો સમાવેશ થાય છે. આ બધાના મોત પાણીમાં ડૂબવાના કારણે થયા છે.કાજીરંગા નેશનલ પાર્કની પાસે સ્થિત એક ગામમાં વાઘ જોવા મળ્યો છે.
વન કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે પાણીથી બચવા માટે ટાઈગર રહેણાક વિસ્તારોમાં સંતાવવા માટે ગયા છે. અથવા કોઈ ઉંચી જગ્યાની શોધમાં છે. કાજીરંગા નેશનલ પાર્ક પાસ સ્થિત કંડોલીમારી ગામમાં એક બકરીઓના શેડની અંદર ઓછી ઉંમરનો વાઘ જોવા મળ્યો છે. તે સંતાઈને બેઠો હતો. વન વિભાગના કર્મચારી વાઘને બચાવવા માટે એ જગ્યાએ ગયા હતા. તેને સુરક્ષિત બચાવી લીધા છે.
ઠીક આવી જ રીતે મોરીગાંવ જિલ્લામાં સ્થિત પોબિતોરા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યૂરીનો ૮૦ ટકા ભાગ પાણીમાં ડૂબી ગયો છે. આ સેન્ચ્યૂરી છેલ્લા બે મહિનાઓમાં ત્રીજી વાર પૂરમાં ડૂબ્યો છે. ૨૪ શિકાર રોધી કેમ્પમાંથી ૧૨ કેમ્પ પાણીની અંદર સમાી ગાય છે. પોબિતોરી સેન્ચ્યૂરીના રેન્જર મુકુલ તામુલિના જણાવ્યા પ્રમાણે ૨૯ જૂનને આવેલા પૂર બાદથી અત્યાર સુધી ગેંડાના મોતના સમાચાર મળ્યા છે. ૨૯ જૂનને બીજી વખત પૂર આવ્યું હતું.
ઉલ્લેખની છે કે એક શિંગડાવાળા ગેંડાની સૌથી વધારે વ્તી કાજીરંગા નેશનલ પાર્કમા છે. અહીં ૨૬૦૦થી વધારે એક શિંગડાવાળા ગેંડા રહે છે. ૨૦૧૮ની રિપોર્ટ પ્રમાણે કાજીરંગા પાર્કમાં ૨૪૧૩ ગેંડા અને પોબિતોરામાં ૧૦૨ એક શિંગડાવાળા ગેંડા મળ્યા છે.