Western Times News

Gujarati News

આસામમાં લાગુ નહીં થાય NPR, 2021ની વસતી ગણતરી પહેલા કામ પુરૂ થશે

આસામ, મંગળવારના રોજ કેન્દ્રી મંત્રીમંડળની યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર(NPR)ને મંજુરી આપી દીધી છે. એનપીઆરની શરૂઆત એપ્રિલ અને સપ્ટેમ્બર 2020ની વચ્ચે લાગુ થઇ જશે. ખાસ વાત એ છે કે આસામને છોડી દેશના તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એનપીઆર લાગુ થશે. જોકે, વસ્તી ગણતરીનું કામ આસામ સહિત સમગ્ર દેશમાં થશે. જણાવી દઇએ કે આસામને એનપીઆરમાંથી એટલા માટે બાકાત રાખવામાં આવ્યો છે કારણકે ત્યાં પહેલાથી એનસીઆરનું કામ થઇ ગયું છે.

સરકારે વસ્તી ગણતરી, 2021 માટે 8754 કરોડ રૂપિયા અને એનપીઆરને અપડેટ કરવા માટે ૩941 કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી છે. આગામી વર્ષે એપ્રિલથી વસ્તી ગણતરી, 2021ના પ્રથમ તબક્કાની સાથે જ એનપીઆર અપડેટની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એનપીઆર અપડેટની પ્રક્રિયા સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરી લેવામાં આવશે.

એનપીઆરની શરૂઆત 2010માં યુપીએના શાસનમાં કરવામાં આવી હતી. વસ્તી ગણતરી, 2021 બે તબક્કામાં પૂર્ણ કરાશે. પ્રથમ તબક્કામાં એપ્રિલથી સપ્ટેમ્બર, 2020 સુધીમાં ઘરોની ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરાશે. બીજા તબક્કા હેઠળ 9 ફેબુ્રઆરીથી 28 ફેબ્રુઆરી સુધી વસ્તી ગણતરી કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.