આસામમાં વીજળી પડવાના કારણે ૧૮ જંગલી હાથીઓનાં મોત
ગોવાહાટી, આસામનાં નગાંવ-કાર્બી આંગલોંગ જિલ્લાની સરહદ પર એક ટેકરી પર ઓછામાં ઓછા ૧૮ જંગલી હાથીઓની લાશ મળી આવી હતી. વનવિભાગ દ્વારા થયેલ મોતની પ્રારંભિક તપાસમાં બતાવવામાં આવ્યું હતું કે જંગલી હાથીઓનાં મોતનું કારણ વીજળી પડવુ હોઇ શકે છે.
આસામનાં મુખ્ય વન સંરક્ષક અમિત સહાયે જણાવ્યું હતું કે, આ ઘટના કુંડટોલી રેન્જમાં કુંડોલી પ્રસ્તાવિત આરક્ષિત જંગલ નજીકનાં ડુંગરાળ વિસ્તારમાં બની છે. તેમણે કહ્યું કે ૧૮ અલગ અલગ જગ્યાએથી ૧૮ હાથીઓની લાશ મળી આવી છે.