Western Times News

Gujarati News

આસામ : અમિત શાહની હાજરીમાં બોડો સમજૂતિ

ગુવાહાટી: પૂર્વોત્તરના રાજ્યોમાંથી ઉગ્રવાદને ખતમ કરવાના ઇરાદા સાથે સત્તામાં આવેલી કેન્દ્રની મોદી સરકારને આ દિશામાં આજે મોટી સફળતા હાથ લાગી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં  કેન્દ્ર સરકાર, આસામ સરકાર અને બોડો બળવાખોરોના પ્રતિનિધિઓએ આસામ સમજૂતિ ૨૦૨૦ ઉપર હસ્તાક્ષર કરી દીધા છે. આ સમજૂતિની સાથે જ આશરે ૫૦ વર્ષથી ચાલી રહેલા બોડોલેન્ડ વિવાદનો અંત આવી ગયો છે જેમાં હજુ સુધી ૨૮૨૩ જેટલા લોકોના મોત થઇ ચુક્યા છે. છેલ્લા ૨૭ વર્ષમાં ત્રીજી આસામ સમજૂતિ કરવામાં આવી છે. આ વિવાદના વહેલીતકે સમાધાન માટે મોદી સરકાર પ્રયાસ કરી રહી હતી.

અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ તેમાં જારદાર તેજી આવી હતી. આ પ્રસંગે ગૃહમંત્રીએ જાહેરાત કરી હતી કે, બળવાખોર સંગઠન નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ડ ઓફ બોડોલેન્ડના ૧૫૫૦ જેટલા બળવાખોરો ૩૦મી જાન્યુઆરીના દિવસે પોતાના ૧૩૦ હથિયારો સાથે આત્મસમર્પણ કરશે. શાહે કહ્યું છે કે, આ સમજૂતિ બાદ આસામ અને બોડોના લોકોના સવર્ણ યુગની શરૂઆત થશે.

અમિત શાહે ખાતરી આપતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર બોડો લોકોથી કરેલા વચનને પૂર્ણ કરી રહી છે. અમિત શાહે એમ પણ કહ્યું હતું કે, આ સમજૂતિ બાદ હવે કોઇ અલગ રાજ્ય બનાવવામાં આવશે નહીં. આશરે ૫૦ વર્ષથી પહેલાનો આ મામલો છે. બોડો વિસ્તારમાં અલગ રાજ્ય બનાવવાને લઇને વિરોધ પ્રદર્શનનો દોર ચાલી રહ્યો હતો. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ એનડીએફબી દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે ગેરકાનૂની ગતિવિધિ કાનૂન ૧૯૬૭ હેઠળ એનડીએફબીને ગેરકાનૂની જાહેર કરીને પગલા લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.