આસામ- અરુણાચલ સીમા પર રોડ નિર્માણને લઇને ગોળીબાર

ગોવાહાટી, આસામ- અરુણાચલ સીમા પર રોડ નિર્માણના કારણે ગોળીબારના સમાચાર છે. જે બાદ બંને રાજયો વચ્ચે તણાવ વધી ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આસામના ધેમાજી જિલ્લાના ગોગામુખ ખાતે આસામ-અરૂણાચલ સરહદના વિવાદિત પટ્ટા પર રસ્તાના નિર્માણને લઇને વિવાદ થયો હતો.
આ પછી, જયારે સ્થાનિક લોકોએ અરુણચાલ રાજય સરકાર દ્વારા બનાવવામાં આવેલા રસ્તા સામે વાંધો ઉઠાવ્યો ત્યારે ત્યાં હાજર એક કોન્ટ્રાકટરે હવામાં ફાયરિંગ કર્યુ. ત્યારથી આ વિસ્તારમાં ભયનો માહોલ છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના બુધવારે સાંજે આસામના ગોગામમુખ પોલીસ સ્ટેશન વિસ્તારના હિમ બસ્તી વિસ્તારમાં બની હતી. તેમણે કહ્યું કે આસામના સ્થાનિક ગ્રામજનોએ અરુણાચલ સરકારના નિર્માણમાં અવરોધ ઊભો કર્યો હતો. તેઓ વિરોધ કરવા સ્થળ પર ગયા ત્યારે બાંધકામ સાથે સંકાળાયેલા કોન્ટ્રાકટરે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું.
અધિકારીએ જણાવ્યુ હતું કે પ્રતિક્રિયાથી ગુસ્સે થઇને, આસામના લોકોએ બળજબરીથી કામ બંધ કરી નુકસાન પહોંચાડયું અને રોડ નિર્માણ કરનાર લોકો માટે સ્થાપિત કામચલાઉ કેમ્પમાં આગ લગાવી દીધી. માહિતી મળતાં જ આસામ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કહ્યુ કે હવે અમે વિસ્તારને અમારા નિયંત્રણમાં લઇ રહયા છીએ.
જેથી કરીને અપ્રિય ઘટના ન બને. આ ઘટના પર અરુણાચલ રાજય સરકારના જવાબની રાહ જાેવાઇ રહી છે. આસામ અને અરુણાચલ પ્રદેશે જટિલ સરહદ વિવાદને ઉકેલવા માટે મુખ્ય પ્રધાન સ્તરની બેઠકમાં આંતર રાજય સરહદની સ્થિતિ પર જમીન-સ્તરનું સર્વક્ષણ કરવાનો ર્નિણય કર્યાના બે દિવસ પછી, સોમવારે સરહદી માર્ગ પર હંગામો થયો.HS