આસામ-મિઝોરમ સરહદ વિવાદઃ CRPFની ૪ ટીમોને તહેનાત કરાઇ

નવીદિલ્હી: આસામ અને મિઝોરમની વચ્ચે સરહદ વિવાદને લઈને થયેલી અથડામણ પર ગૃહ મંત્રાલયની બાજનજર છે. ગૃહમંત્રાલયે સ્થિતિને થાળે પાડવા માટે એક વિશેષ ટીમ બનાવી છે. સૂત્રો પ્રમાણે સ્થિતિ અત્યારે નિયંત્રણમાં છે. બંને રાજ્યોના ટોચના અધિકારી સ્થિતિની ગંભીરતાને જાેતા સતત સંપર્કમાં છે. ખુફિયા વિભાગના અનેક અધિકારીઓએ પણ સરહદ પર પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો. સમાચાર છે કે સીઆરપીએફની ૪ ટીમોને સંવેદનશીલ વિસ્તારમાં તહેનાત કરવામાં આવી છે, જ્યારે ૬ ટીમોને તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ સરમાએ હિંસામાં જીવ ગુમાવનારા ૫ પોલીસ કર્મચારીઓને સિલચર જઈને શ્રદ્ધાંજલિ આપી અને ઘાયલ પોલીસ કર્મચારીઓની મુલાકાત પણ લીધી. આસામના કાછર, કરીમગંજ, હેલાકાંડી વિસ્તારા જે મિઝોરમના એજવાલ, મામિત અને કોલાસેબથી જાેડાયેલા છે, ત્યાં હિંસા થઈ રહી છે. આ વિવાદના કારણે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓની વચ્ચે ટ્વીટર વૉર પણ થયું. મિઝોરમના ડેપ્યુટી ઇન્સપેક્ટર જનરલ ઑફ પોલીસના જણાવ્યા પ્રમાણે, આસામ પોલીસે અમારા લોકો પર ઓપન ફાયરિંગ કર્યું, ગ્રેનેડ ફેંક્યા. આવામાં અમારી પાસે જવાબી કાર્યવાહી કરવા સિવાય કોઈ રસ્તો નહોતો.
આસામ પોલીસના એક અધિકારી પ્રમાણે આ હિંસામાં લગભગ ૫૦ લોકો ઘાયલ થયા છે. અત્યારે પણ લોકો જંગલોમાં છૂપાયા છે, જ્યાંથી ગોળીઓનો અવાજ આવી રહ્યો છે. પોલીસ અધિકારી પ્રમાણે જ્યારે બંને પક્ષના લોકો વાતચીત કરી રહ્યા હતા, ત્યારે કેટલાક ઉપદ્રવીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું ત્યારબાદ બબાલ શરૂ થઈ. બૉર્ડર પર ચાલી રહેલી હિંસા બાદ હવે અહીં ઝ્રઇઁહ્લએ મોરતો સંભાળી લીધો છે. અત્યારે ઝ્રઇઁહ્લની ૨ કંપનીઓને તહેનાત કરવામાં આવી છે.
આસામ કાૅંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈ તરફથી લોકસભામાં નોટિસ આપવામાં આવી છે, જેમાં તેમણે આસામ-મિઝોરમ બૉર્ડર પર થયલી બબાલને લઈને ચર્ચા કરવાની માંગ કરી છે. તો કાૅંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી તરફથી પણ આ હિંસાની નિંદા કરવામાં આવી છે.