આસામ મિઝોર બોર્ડર હિંસાની તપાસ કરવામાં આવે : ગૌરવ ગોગોઇ
નવીદિલ્હી: વર્તમાન સમાયમાં આસામ મિઝોરમ સરહદ સંઘર્ષ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. જે દરમિયાન લોકસભામાં કોંગ્રેસના ગૌરવ ગોગોઇએ આ સમગ્ર મામલે તપાસ થાય તેવી માગ કરી છે. મિઝોરમની સરહદ પર થયેલી હિંસામાં આસામના પાંચ પોલીસ જવાન માર્યા ગયા છે, આ ઘટના અંગે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ માહિતી આપી હતી.
અસમ અને મિઝોરમ બંને હિંસા માટે એકબીજાને જવાબદાર ગણાવી રહ્યા છે. લોકસભા સાંસદ ગૌરવ ગોગોઇ આ વિશે જણાવે છે કે, સોમવારના રોજ આસામ મિઝોરમ સરહદ પર થયેલી અથડામણ દરમિયાન લાઇટ મશીન ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મને સમજાતું નથી કે, આપણે દેશમાં છીએ કે,સરહદ? અમે આ સમગ્ર ઘટનાની તપાસ થાય આવે તેવી અમારી ઉગ્ર માગ છે.
આ સાથે જ કોંગ્રેસ નેતા સુસ્મિતા દેવે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, સ્થિતિ ખૂબ ગંભીર છે. આ મામલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તાત્કાલિક દરમિયાનગીરી કરવી જાેઈએ. મિઝોરમના મુખ્યમંત્રી અને આસામના મુખ્યમંત્રી ફક્ત આ મુદ્દાને લઈને ટિ્વટર પર લડી રહ્યા છે. જેનાથી કોઇ ઉકેલ આવી શકશે નહીં.
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ ટિ્?વટ કર્યું હતું કે, મને તમને એ જણાવતા અત્યંત દુઃખ થાય છે કે, આસામ મિઝોરમ સરહદ પર રાજ્યની બંધારણીય સીમાનું રક્ષણ કરતા સમયે આસામના ૫ પોલીસ જવાન શહીદ થયા છે. શહિદ જવાનોના પરિવારોને મારી સંવેદના. બીજી તરફ મિઝોરમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આસામ પોલીસે સરહદ પાર કરી હતી જે બાદ જ હિંસા શરૂ થઇ હતી. મિઝોરમે એવો પણ દાવો કર્યો છે કે, આસામ પોલીસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોને નુકસાન પણ પહોંચાડ્યું છે. આસામ પોલીસે મિઝોરમ પોલીસ પર પહેલા ગોળીબાર કર્યો હતો.