આસામ સરકારે રાજીવ ગાંધી નેશનલ પાર્કનું નામ બદલ્યું
ગોવાહાટી, આસામ સરકારે રાજીવ ગાંધી નેશનલ પાર્કનું નામ બદલવાનો ર્નિણય કર્યો છે. રાજ્ય સરકારના મંત્રીમંડળે ર્નિણય લીધો છે કે તેણે રાજીવ ગાંધી નેશનલ પાર્કનું નામ બદલીને ઓરંગ નેશનલ પાર્ક કરવાનો ર્નિણય કર્યો છે. રાજ્ય સરકારના મંત્રી પિયુષ હજારિકાએ જણાવ્યું હતું કે આદિવાસી અને આદિવાસી સમુદાયની માંગને જાેતા કેબિનેટે રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ બદલીને ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાન કરવાનો ર્નિણય કર્યો છે.
અગાઉ રાજીવ ગાંધીનું નામ ખેલ રત્ન એવોર્ડમાંથી પણ હટાવી દેવામાં આવ્યું હતું. મોદી સરકારે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કર્યું. ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં ૪૧ વર્ષ બાદ મેડલ જીત્યો હતો, ત્યારબાદ સરકારે ખેલ રત્નનું નામ બદલીને મેજર ધ્યાનચંદ રાખ્યું હતું.
૭૯.૨૮ ચોરસ કિલોમીટરના આ જંગલને ૧૯૮૫ માં વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, બાદમાં ૧૯૯૯ માં તેને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. બ્રહ્મપુત્ર નદીના ઉત્તરમાં આવેલું આ પાર્ક દારંગ અને સોનિતપુર જિલ્લામાં આવે છે. આ ઉદ્યાન મુખ્યત્વે રોયલ બંગાળ વાઘ, ભારતીય ગેંડા, જંગલી હાથી જેવા પ્રાણીઓ માટે જાણીતું છે.
કેબિનેટમાં લેવાયેલા અન્ય ર્નિણયોમાં કોરોના રોગચાળાને લગતા ખર્ચ માટે ૬૬૦ કરોડ રૂપિયા જુદા જુદા જિલ્લાઓના ડેપ્યુટી કમિશનરોને આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. પ્રથમ વખત આ સરકારની કેબિનેટની બેઠક પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના સત્તાવાર નિવાસસ્થાને યોજાઈ હતી, જેમાં મહત્વના ર્નિણયો લેવામાં આવ્યા હતા.HS