આસામ: હાથીના બચ્ચાને 1km સુધી ઘસડનારું માલગાડીનું એન્જિન જપ્ત
ગુવાહાટીઃ આસામ વન વિભાગએ મંગળવારે એક માલગાડી ટ્રેનના એન્જિનને ‘જપ્ત’ કરી લીધું છે. થોડાક સપ્તાહ પહેલા આ ટ્રેને લુમડિંગ રિઝર્વ ફોરેસ્ટથી પસાર થઈ રહેલી 35 વર્ષની હાથણી અને તેના એક વર્ષના બચ્ચાને કચડી દીધા હતા. સ્થાનિક ઓથોરિટીએ જણાવ્યું કે હાથીના બાળકનું શબ તેની માતાના શબથી એક કિલોમીટર દૂર મળ્યું હતું, જેનાથી જાણી શકાય છે કે ટ્રેન રિઝર્વ ફોરેસ્ટની તરફ ખૂબ જ ગતિથી વધી રહી હતી, જે નિયમોનું ઉલ્લંઘન છે.
પૂર્વોત્તર ફ્રન્ટિયર રેલવેએ કહ્યું કે આ બસ ‘પ્રક્રિયાત્મક આવશ્યક્તા’ હતી. રેલવેએ એક નિવેદનમાં કહ્યું કે, આ પહેલી આવી ઘટના નથી અને આ તપાસ માટે જરૂરી કાર્યવાહી હેઠળ કરવામાં આવ્યું છે. એન્જિનના ઓપરેશનમાં કોઈ અડચણ નથી આવી અને લોકોમોટેવને હાલ રેલવે ઉપયોગમાં લઈ રહી છે.
નોંધનીય છે કે આ ઘટના 27 સપ્ટમ્બરે બની હતી અને આસામ ઓથોરિટીએ આ એન્જિનને મંગળવારે જપ્ત કર્યું છે. આસામ વન મંત્રી પરિમલ શુક્લાબેદ્યએ જણાવ્યું કે આ ટ્રેન રેલવે દ્વારા પોતાની પ્રોજેક્ટ સાઇટથી સામાન પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહી હતી. તેની સ્પીડ વધુ હતી જેના કારણે તેની યોગ્ય સમયે બ્રેક ન વાગી.