Western Times News

Gujarati News

આસામ: ૬૧૪ મદરેસાને બંધ કરવાનો નિર્ણય કરાયો

હવે આ તમામ સંસ્થાઓને ઉચ્ચ અને ઉચ્ચતર માધ્યમિક સ્કુલમાં ફેરવી નાંખવા માટે તૈયારી: વિવાદ થવાની વકી

ગુવાહાટી, આસામ સરકાર આગામી એક બે મહિનામાં ૬૧૪ સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહેલા ૬૧૪ મદરેસા અને ૧૦૧ સંસ્કૃત સંસ્થાને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે ભાજપના નેતૃત્વવાળી સરકારે ૧૦૧ સંસ્કૃત સંસ્થાનોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે ભાજપ સરકારે કેટલાક મોટા નિર્ણય કર્યા છે. આસામના નાણાંપ્રધાન હેમંત બિસ્વાએ કહ્યુ છે કે રાજ્ય સરકારે લોકોના પૈસાનો ઉપયોગ ધાર્મિક શિક્ષણ પર ખર્ચ ન કરવાનો નિર્ણય કર્યો છે. બિસ્વાએ કહ્યુ છે કે અરબી અને ધાર્મિક પાઠ ભણાવવા માટેનુ કામ સરકારનુ નથી. એક ધર્મનિરપેક્ષ દેશમાં ધાર્મિક શિક્ષણને લઇને સરકાર દ્વારા નાણાં આપી શકાય નહી. જા સરકાર દ્વારા સંચાલિત મદરેસામાં ધાર્મિક બાબતોને ભણાવવાની મંજુરી આપવામાં આવે છે તો પછી ગીતા અથવા તો બાઇબલને પણ સરકારી ફંડથી ભણાવવામાં આવે તે જરૂરી છે. સરકારે કહ્યુ છે કે નિવૃતિ સુધી સરકાર શિક્ષકોને પગારની ચુકવણી કરવા માટે તૈયાર છે.

સરકાર દર વર્ષે મદરેસ પર ત્રણથી ચાર કરોડ રૂપિયા ખર્ચ કરે છે. બિસ્વાએ કહ્યુ છે કે આ મદરેસામાં કાર્યરત શિક્ષકો રોજગારીની ચિંતા કર્યા વગર ઘરે પણ રહી શકે છે. સરકાર તેમની નિવૃતિ સુધી પગાર ચુકવવા માટે તૈયાર છે. આવી જ રીતે સંસ્કૃત સંસ્થાના ફંડિગને રોકવા માટે કેટલાક નિર્ણય કરવામાં આવ્યા છે. ધાર્મિક આધાર પર મદરેસાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેમ કોઇ લોકો ન કહે તે માટે પણ કેટલાક નિર્ણય કરવામાં આવ્યા છે. ખાનગી સંસ્થાઓ દ્વારા સંચાલિત મદરેસા તેમની કામગીરી યથાવત રીતે આગળ વધારી શકે છે. સરકારને તેમાં કોઇ વાંધો નથી. આસામમાં પ્રાઇવેટ મદરેસાની સંખ્યા ૯૦૦ની આસપાસ છે. જેમાં જમિયત ઉલેમા દ્વારા સંચાલિત મદરેસા પણ સામેલ છે. મદરેસાની ગતિવિધીને લઇને સમય સમય પર પ્રશ્નો થતા રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.