આસારામને જેલમાં જ આયુર્વેદિક સારવાર મળશે
જાેધપુર, સુપ્રીમ કોર્ટે આસારામની જામીન અરજી ફગાવી દીધી છે. સગીર પર બળાત્કાર કરવા બદલ જાેધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામે સુપ્રીમ કોર્ટમાં આયુર્વેદિક સારવાર માટે અરજી કરી હતી. જાેકે, સર્વોચ્ચ અદાલતે તેને ઝટકો આપ્યો છે. જામીન અરજી ફગાવીને કોર્ટે કહ્યું છે કે આયુર્વેદિક સારવાર જેલમાં જ આપવી જાેઈએ.
પ્રાપ્ત માહિતી અનુસાર, આસારામે બે મહિના માટે વચગાળાના જામીન માંગ્યા હતા. જસ્ટિસ ઇન્દિરા બેનર્જી, જસ્ટિસ વી રામસુબ્રમણ્યમ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની ખંડપીઠે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. અરજી ફગાવતા જસ્ટિસ ઇન્દિરા બેનર્જીએ કહ્યું હતું કે સમગ્ર મામલાને જાેતા તે સામાન્ય ગુનો નથી, આ કિસ્સામાં આસારામને જામીન આપી શકાય નહીં. જાેકે, તેમણે એમ પણ કહ્યું કે આસારામને જેલમાં જ આયુર્વેદિક સારવાર આપવામાં આવશે.
આ અંગે જેલ સત્તાવાળાઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે. રેપ કેસના દોષિત આસારામે ઉત્તરાખંડના એક આયુર્વેદ કેન્દ્રમાં તબીબી સારવાર માટે સજાને હંગામી ધોરણે સસ્પેન્ડ કરવાની અને આયુર્વેદિક સારવાર માટે બે મહિનાના વચગાળાના જામીનની માંગ કરી હતી. જાે કે, સુપ્રીમ કોર્ટે તે અરજી નામંજૂર કરતા તેને મોટો ઝટકો લાગ્યો છે.
આસારામની જાેધપુર પોલીસે વર્ષ ૨૦૧૩માં ધરપકડ કરી હતી. ત્યારથી તે જેલમાં છે. ૭૪ વર્ષીય આસારામે નીચલી અદાલતથી ટોચની અદાલતમાં અનેક વખત જામીન માટે અરજી કરી છે, જાેકે, તેમના હાથ ખાલી રહ્યા છે. તેના પર સગીર સાથે શારીરિક શોષણ કરવાનો આરોપ હતો. જેની સુનાવણી કરતા એસટી-એસસી કોર્ટના તત્કાલીન પ્રિસાઈડીંગ ઓફિસર મધુસુદન શર્માની કોર્ટે આસારામને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી હતી.SSS