Western Times News

Gujarati News

આસારામે ૪૫ દિવસની જામીન મેળવવા હાઇકોર્ટમાં અરજી

અમદાવાદ: સુરતની પીડિતા સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલની સજા કાપી રહેલા આસારામકોરોના સંક્રમિત થયા છે તેથી તેમણે ૪૫ દિવસના જામીન મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, તેઓ હાલ એક કરતાં વધુ બીમારીઓથી પીડાય રહ્યા છે. જેમાં હાર્ટ એટેક મોટી બીમારી છે. વળી, તેમને કોરોના પોઝિટિવ આવતા સારવાર યોગ્ય રીતે થઇ શકે માટે જામીન મેળવવા અરજી કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે ,તેમને આયુર્વેદિક દવા આપો અને ડોક્ટરની પણ નિમણૂક કરી છે.આસારામના વકિલ પાર્થિવ ભટ્ટે કહ્યું કે બીજી તરફ અમે માગણી કરી છે કે, તેમને હોમ ક્વોરન્ટાઇન કરીને તેમનો ઉપચાર પણ કરવા દો. તેથી અમે ૪૫ દિવસની જામીન માટે અરજી કરી છે.

કોર્ટમાં થયેલી અરજી બાદ કોર્ટ ૨૫મેના રોજ આ મુદ્દે સુનવણી કરશે. મહત્વનું છે કે, સુરતમાં દુષ્કર્મ આચરવાના કેસમાં જાેધપુરની જેલમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામને ૧૦ દિવસ પહેલા કોરોના થયો હતો. જેલમાં જ તેમની સારવાર ચાલતી હતી, પરંતુ તબિયત વધુ લથડતા જાેધપુરની એઇમ્સ હોસ્પિટલમાં તેમને સારવાર માટે દાખલ કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.