Western Times News

Gujarati News

આસિમ-હિમાંશીએ ઈન્સ્ટા ઉપર અનફોલો કરી દીધા

મુંબઈ: ટીવીના સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસના ઘરમાં ઘણી જાેડીઓ બની. જેમાંથી કેટલાકની વચ્ચે સંબંધ જીવનભરના બની ગયા તો કેટલાકે ઘર બહાર આવતાની સાથે જ એકબીજાથી અંતર જાળવી લેવાનું પસંદ કર્યું. ગૌહર ખાન-કુશાલ ટંડન, કરિશ્મા તન્ના-ઉપેન પટેલની જેમ હિમાંશુ ખુરાના-આસિમ રિયાઝ વચ્ચે બિગ બોસના ઘરમાં પ્રેમ પાંગર્યો હતો.

પરંતુ પેલી બે જાેડીની જેમ આ જાેડી પણ હવે તૂટી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આસિમ રિયાઝ અને હિમાંશી ખુરાનાએ બિગ બોસની ૧૩મી સીઝનમાં ભાગ લીધો હતો. દોઢ વર્ષના રિલેશનશિપ બાદ જ્યાં બંનેના ફેન્સ તેમના લગ્નના સપના જાેઈ રહ્યા હતા, ત્યાં જ બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. આટલું જ નહીં એકબીજા સાથેની તમામ તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. ઈન્સ્ટાગ્રામ પર જાે તમે આસિમ રિયાઝ અને હિમાંશુ ખારાનાના પ્રોફાઈલ પર જશો

તો તેમની એકબીજા સાથેની તમામ તસવીરો ગાયબ જાેવા મળશે. બંનેના ફેન્સ આ વાતથી ખૂબ નિરાશ છે અને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા હિમાંશીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં હાર્ટ શેપ્ડ ડાયમંડ રિંગની તસવીર શેર કરી હતી. જેના પરથી બંને લગ્ન કરી લેશે તેવી અટકળો ચાલી રહી હતી. પરંતુ જે રીતે બંનેએ એકબીજાથી દૂર રહેવાનું નક્કી કર્યું છે

ત્યારે આ ફેન્સ માટે દિલ તોડનારા સમાચાર છે. આસિમ અને હિમાંશીના એક ફેને ટ્‌વીટ કરીને લખ્યું છે કે, ‘હું ખુશ છું અને દુઃખી પણ. આસિમ અને હિમાંશી બંને સમજુ છે અને તેઓ શું કરી રહ્યા છે તે સારી રીતે જાણે છે. લોન્ગ ડિસ્ટન્સ ક્યારેય કામ નથી કરતું. આ માત્ર આકર્ષણ હતું અને પ્રેમ નહીં. તમારું આખું જીવન બરબાદ થઈ જાય તે પહેલા જ તેને ખતમ કરી દો. સારો ર્નિણય લીધો. એક ફેને લખ્યું છે કે, ‘હિમાંશી અને આસિમ માટે ખરાબ લાગી રહ્યું છે. કોણ સારાને હકદાર છે આ તેના વિશે નથી. આ સમય, બોન્ડિંગ અને તમે કયા પ્રકારના સંબંધમાં રહ્યા છો તેના વિશે છે. તેમ છતાં આ તેમનું અંગત જીવન છે અને આ સાથે કેવી રીતે લડવું તે સારી રીતે જાણે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.