આસો નવરાત્રીનો થનગનાટ ભરૂચ ખાતે માં જગદંબાની પ્રતિમાઓને આખરી ઓપ આપતા મૂર્તિકારો
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ માં આસો નવરાત્રી ને લઈ ગરબા આયોજકો સજ્જ થઈ ચુક્યા છે ત્યારે મૂર્તિકારો પણ માં જગદંબા ની મૂર્તિ ને આખરી ઓપ આપી રહ્યા છે.જે નવરાત્રી માં ગરબા ગ્રાઉન્ડ પર માતાજી ની સ્થાપના માટે શહેર ના માર્ગો પર થી માતાજી ની ભવ્ય શાહી સવારી યાત્રાઓ નીકળશે.
ભરૂચ શહેર જીલ્લા માં શ્રીજી મહોત્સવ ની ધૂમધામ પૂર્વક ઉજવણી કર્યા બાદ હવે લોકો આસો નવરાત્રી માં ગરબે ઝૂમવા માટે ઉત્સુકત જોવા મળી રહ્યા છે.જે ભરૂચ શહેર માં પણ આસો નવરાત્રી ને લઈ ખૈલયાઓ પણ ગરબે ઝૂમવા થનગની રહ્યા છે.તો બીજી તરફ ગરબા આયોજકો પણ ગરબા ગ્રાઉન્ડ ને આખરી ઓપ આપી રહ્યા છે પરંતુ ગતરોજ મુશળધાર વરસાદ ના કારણે આયોજકો પણ ચિંતાતુર બન્યા હતા.ત્યાર હવે આસો નવરાત્રી માં વરસાદ નું વિઘ્ન નડશે કે નહિ તે એક પ્રશ્ન ગરબા આયોજકો અને ખૈલયાઓ માં પેચીનદો બન્યો છે. ગરબા આયોજકો માં જગદંબા ની સ્થાપના કરવા ઉત્સુકત જોવા મળી રહ્યા છે.તો માં જગદંબા ની સ્થાપના કરવા માટે પણ ગરબા આયોજકો ઉત્સુકત જોવા મળી રહ્યા છે ત્યારે આસો નવરાત્રી ને હવે ગણતરી ના કલાકો બાકી રહ્યા છે.ત્યાં મૂર્તિકારો પણ માં જગદંબા ની મૂર્તિઓ ને આખરી ઓપ આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે જીલ્લા વહીવટી તંત્ર એ પીઓપી ની પ્રતિમાઓ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છતાંય ભરૂચ માં પીઓપી ની શ્રીજી ની પ્રતિમાઓ ની સ્થાપના કરાઈ હતી અને તેજ પ્રતિબંધિત પીઓપી ની પ્રતિમાઓ તંત્ર દ્વારા જ નર્મદા નદી માં વિસર્જન કરવામાં આવતા તમામ પીઓપી ની પ્રતિમાઓ નર્મદા નદી ના કાંઠે અત્યંત દુર્દશા અવસ્થા માં મળી આવ્યા બાદ પણ આસો નવરાત્રી માં પીઓપી ની માં જગદંબા ની પ્રતિમાઓ બનાવવામાં આવી અને તેમાં પણ જીલ્લા વહીવટી તંત્ર એ પ્રતિબંધિત જાહેરનામુ માત્ર કાગળ પર જ રહેતું હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે. *