આસ્થાના ખુલ્યા દ્વાર : શામળાજી મંદીરના દ્વાર ભક્તો માટે ખુલ્યા
સમગ્ર રાજ્ય સહીત અરવલ્લી જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટી રહયું છે. પોઝીટીવ કેસ પણ ઘટી રહયા હોઈ મોટી રાહત વર્તાઈ રહી છે. ત્યારે રાજય સરકાર દ્વારા અમલી નિયંત્રણોમાં વધુ છુટછાટો જાહેર કરાતાં બે માસ બાદ આજે વિશ્વ પ્રસિધ્ધ ભગવાન શામળીયાજીનું ભવ્ય મંદીર ભક્તોના દર્શન માટે ખુલ્લુ મુકવામા આવ્યું હતું શામળાજી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલતા કાળીયા ઠાકોરના ભાવભેર દર્શન કરી ધન્યતા અનુભવી હતી શામળાજી મંદીર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં ભક્તો દર્શન પૂરતી તકેદારી અને કોરોના ગાઈડ લાઈનના સંપૂર્ણ પાલન સાથે કરી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી શામળાજી મંદિર સવારે ૬ થી રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લું રહેશે
કોરોનાની મહામારીના કારણે મંદિરને બંધ રાખવાની તંત્રને ફરજ પડી હતી. સરકારની ગાઈડલાઈન મુજબ શુક્રવારે ગડાધર ભગવાન વિષ્ણુજીનું શામળાજી મંદિર બે મહિના બાદ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે શામળાજી મંદિરમાં ભગવાન કાળીયા ઠાકોરના દર્શન કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જો કે કોરોના મહામારીના પગલે મંદિરમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી બે મહિનાથી મંદિર બંધ રહેતા અહીંના ધંધા, રોજગાર ઠપ થઈ જવા પામ્યા હતા. જે હવે પુનઃ ધમધમતા થતા તથા યાત્રાધામ યાત્રિકોની આવનજાવનથી ફરી જીવંત બનતા સ્થાનીક લોકોમાં આનંદ છવાયો હતો