આહવાના આંગણે ‘સખી મંડળો’નો મેળાવડો યોજાયો
(ડાંગ માહિતી )ઃ આહવાઃ ગ્રામ્ય નારીઓને ‘આર્ત્મનિભર’ બનાવતા ‘રાસ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ કાર્યર્ક્મ અંતર્ગત આહવા ખાતે ગ્રામીણ સખી મંડળોના પ્રાદેશિક મેળાનુ આયોજન કરવામા આવ્યુ છે.
આહવાના ડાંગ સેવા મંડળના પટાંગણમા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના દ્ગઇન્સ્ દ્વારા ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓના પસંદગીના ૨૧ જેટલા સખી મંડળો દ્વારા તા.૨૬/૧૧/૨૦૨૧ સુધી આયોજીત આ પ્રાદેશિક મેળામા સ્થાનિક ભોજન ઉપરાંત વિવિધ નાસ્તા, પરંપરાગત વાનગીઓ સહિત ફાસ્ટ ફૂડ, નાગલી-મશરૂમ,
અને ચોખાની વિવિધ વાનગીઓ, નાગલી અને ચોખાના વિવિધ ઉત્પાદનો, દેશી અનાજ, કઠોળ, સ્થાનિક મસાલા, વાંસનુ અથાણું, કાજુ, મધ, અને વાંસના રમકડાં, શો પીસ, હેંડીક્રાફ્ટની વિવિધ બનાવટો સહિત ખાણીપીણીના સ્ટોલ્સ રજૂ કરાયા છે. ડાંગ જિલ્લા વિકાસ અધિકારી-વ-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેનશ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ.એન.ચૌધરી
તથા તેમની ટિમ દ્વારા આયોજિત આ પાંચ દિવસીય પ્રાદેશિક મેળાનુ ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવીત તથા ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલના વરદ હસ્તે કરવામા આવ્યુ હતુ. આ વેળા ડાંગ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ, સદસ્યો, સખી મંડળની બહેનો, તથા નગરજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.