Western Times News

Gujarati News

આહવા ખાતે ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશનનો “કર્ટેન રેઇઝર” કાર્યક્રમ યોજાયો

(માહિતી બ્યૂરો)આહવા, રમત ગમત યુવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ રમતગમત રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમા રાજય કક્ષાના અમદાવાદ ખાતે યોજાયેલા ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશનના કર્ટેન રેઇઝર કાર્યક્રમનુ આહવાના ડાંગ દરબાર હોલ ખાતે જીવંત પ્રસારણ કરાયુ હતુ.

આ કાર્યક્રમનુ બાયસેગ દ્વારા સમગ્ર રાજયમા પ્રસારણ કરવામા આવ્યુ હતુ. જિલ્લા કક્ષાએ આહવા ખાતે યોજાયેલા કાર્યક્રમ ઉપરાંત તાલુકા પંચાયત વઘઇ, અને તાલુકા પંચાયત સુબિર ખાતે પણ કાર્યક્રમો આયોજિત કરાયા હતા.

કાર્યક્રમમા જિલ્લા કક્ષાએ અંદાજિત ૧૬૨ની જનમેદની અને ત્રણ તાલુકા મળીને અંદાજે ૧૨૦ તેમજ શાળા કક્ષાએ ૧૫૨૩ અને ગ્રામ્ય કક્ષાએ ૩૧૧૦ લોકોએ આ કાર્યક્રમને નિહાળ્યો હતો. દસમા ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશન અને તેને ખુલ્લો મુકવાના કર્ટેન રેઇઝર કાર્યક્રમનુ આયોજન ડાંગ કલેક્ટર

ભાવિન પંડયાના માર્ગદર્શન હેઠળ, જિલ્લા વહીવટી તંત્ર સહિત સિનિયર કોચ, ડાંગ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-સાપુતારા, તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી-આહવા દ્વારા કરાયુ હતુ. ડાંગ દરબાર હોલ ખાતે દસમા ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની શરૂઆતના કાર્યક્રમમા કલેક્ટર ભાવિન પંડયા સહિત નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ જાેષી,

જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા, તથા તેમની ટિમ, હિસાબી અધિકારી રતિલાલ ચૌધરી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, આહવાના સરપંચ હરિચંદ ભોયે સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સ્પોર્ટ્‌સ પર્સન, યુવા નેતાઓ, સામાજિક નેતાઓ, આહવા નગરના પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ વર્ચુઅલ કાર્યક્રમમા મોટી સંખ્યામા ઉપસ્થિત રહીને જાેડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.