Western Times News

Gujarati News

આહવા ખાતે બંધારણ દિવસની ઉજવણી

ડાંગ: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા જિલ્લા સેવાસદન ખાતે આજે તા.૨૬/૧૧/૨૦૧૯ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોરે જણાવ્યું હતું કે સંવિધાન સભામાં ૨૬ નવેમ્બર,૧૯૪૯ ના રોજ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરવામાં આવ્યું છે.

ભારતના સંવિધાનના આમુખ મુજબ ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરે તથા સર્વ નાગરિકોને સામાજીક,આર્થિક અને રાજકીય ન્યાય,વિચાર,અભિવ્યક્તિ,માન્યતા,ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય અને સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્રઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ઉપસ્થિત સૌ અધિકારી/કર્મચારીઓએ સંકલ્પ કર્યો હતો.

બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયત ડાંગમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. પંચાયતની તમામ શાખાઓમાં અધિકારી/કર્મચારીઓએ બંધારણ દિવસના શપથ લીધા હતા.પંચાયત સિંચાઈ કાર્યપાલક ઈજનેર શ્રી બી.બી.પટેલ,ચીટનીશ શ્રી બી.જે.ગાઈન,ખેતીવાડી અધિકારી શ્રી સુનિલ પટેલ,આંકડા અધિકારી શ્રી એ.સી.પટેલ,આરોગ્ય વહીવટી અધિકારી શ્રી એચ.આર.દેશમુખ,વર્ક્સ મેનેજર સુનિલ પટેલ, ડીઆર.ડી.એ.,ડિઝાસ્ટર મામલતદાર શ્રી જયેશભાઇ પટેલ,પ્રતિકભાઇ પટેલ,ચૂંટણી મામલતદારશ્રી મહેશભાઇ પટેલ સહિત તમામ મહેસુલી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.