આહવા ખાતે બરોડા સ્વરોજગાર સંસ્થાન દ્વારા જીએસટી સહાયક તાલીમ યોજાઈ
ડાંગ:ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે છેલ્લા નવ વર્ષથી કાર્યરત બરોડા સ્વરોજગાર સંસ્થાન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે (મિશન મંગલમ) ના સહયોગથી જીએસટી સહાયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેîક અોફ બરોડાના મેનેજરશ્રી માનસિંગભાઈ ચૌધરીએ અધ્યક્ષ સ્થાનેથી તાલીમાર્થીઅોને પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સૌ તાલીમાર્થીઅો જીએસટીની તાલીમ લઇ સજ્જ બને તો કોઇ મુશ્કેલી પડશે નહીં. આપણે જીએસટીના કાયદાથી પરિચિત બનીએ અને રાષ્ટ્રના વિકાસમાં આપણું યોગદાન આપીએ.
આ તાલીમ દરમિયાન આરસેટી ડાયરેકટર શ્રી વિષ્ણુભાઈ પટેલ,જીએસટી ફેકલ્ટી દિપકભાઈ માલી,મિશન મંગલમના કર્મચારી નયનાબેન પટેલ,સ્વચ્છ ભારત મિશન યોજનાના કર્મચારી શ્રીમીત સંગીતાબેન પટેલ,અનિતાબેન ગાંગુર્ડે ઉપસ્થિત રહ્ના હતા.