આહવા ખાતે ‛સંવિધાનથી સમરસતા ઉત્સવ’ યોજાયો
ડાંગનો સાંસ્કૃતિક વારસો સમૃધ્ધ છે. ભારતના ઈતિહાસમાં ડાંગ ગૌરવનું સ્થાન ધરાવે છે.: રાજ્ય ચૂંટણી કમિશ્નરશ્રી સંજય પ્રસાદ(IAS)
ડાંગ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા (ડાંગ દરબાર હોલ) ખાતે તા.૨૮/૧૧/૨૦૧૯ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે માન.રાજ્ય ચૂંટણી કમિશ્નર શ્રી સંજય પ્રસાદ (IAS ) ના અધ્યક્ષ સ્થાને ‛સંવિધાન થી સમરસતા ઉત્સવ’ યોજાયો હતો.આ પ્રસંગે રાજ્ય ચૂંટણી આયોગના સચિવ શ્રી મહેશ જોષી(IAS નિવૃત્ત) તથા સંયુક્ત કમિશ્નરશ્રી એ.એ.રામાનુજ(IAS ), જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી એન.કે.ડામોર ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય ચૂંટણી કમિશ્નરશ્રી સંજય પ્રસાદે સંવિધાનથી સમરસતા કાર્યક્રમને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે ડાંગનો સાંસ્કૃતિક વારસો સમૃધ્ધ છે. ભારતના ઈતિહાસમાં ડાંગ ગૌરવનું સ્થાન ધરાવે છે. અહીંની ખમીરવંતી પ્રજા બ્રીટીશ સરકાર અંગ્રેજોને પરાસ્ત કરતી અને ત્યારથી આઝાદી ધરાવે છે. આદિવાસી પ્રજા એકસાથે રહી સુંદર સામાજીક વ્યવસ્થા ધરાવે છે. ગુજરાતમાં ૧૯૬૦ થી પંચાયત ધારો અમલમાં આવ્યો પરંતુ સંવિધાનમાં ૧૯૯૨ પછી રાજ્ય ચૂંટણી આયોગ અસ્તિત્વમાં આવ્યું. જેમાં ગ્રામ પંચાયત,તાલુકા,જિલ્લા પંચાયતોમાં વહીવટ સુદ્રઢ બન્યો. સ્થાનિક સ્વરાજમાં વિકાસના ધણાં બધા સારા કામો થાય છે.
રાજ્ય ચૂંટણી આયોગના સચિવશ્રી મહેશ જોષીએ જણાવ્યું હતું કે આપણે ૨૬ નવેમ્બર સંવિધાનથી થી સમરસતા દિવસની ઉજવણી શરૂ કરી છે જે ૧૪ એપિ્રલ સુધી ચાલુ રહેશે. આપણાં બંધારણમાં આપણને અધિકારો મળ્યા છે. આપણે આપણી ફરજોને પણ અદા કરીએ. ડાંગ એક એવો પ્રેરક જિલ્લો છે જ્યાં મહિલા સશક્તિકરણની કામગીરી પણ ખૂબ સારી છે. અહીંના બહેનો ખૂબ જ જાગૃત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓના મતદાનની ટકાવારી ઉંચી રહે છે. આપણે સૌએ ભેગામળી લોકશાહીમાં કોઇપણ મતદાર મતદાનથી વંચિત રહી ન જાય તે માટે જાગૃત બનીએ.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી એન.કે.ડામોરે મહાનુભવોને આવકારતા જણાવ્યું હતું કે ડાંગ જિલ્લો કુલ-૩૧૧ ગામ અને ૭૦ ગૃપગ્રામપંચાયત ધરાવે છે. અહીં મતદાન ટકાવારીમાં રાજ્યમાં બીજા નંબરે ડાંગ આવે છે. અગાઉની ચૂંટણીમાં ૮૧ ટકા જેટલુ મતદાન નોંધાયં હતું જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સરેરાશ ૯૦ ટકાથી વધુ મતદાન અહીં થાય છે. વધુમાં મતદાર જાગૃતિ અભિયાન દ્વારા સો ટકા મતદાન થાય તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
પ્રો.ગૌરાંગ જાની અને પ્રો.રીઝવાન કાદરીએ આઝાદીના ઈતિહાસ અને સંવિધાન અંગે પાયાની લોકશાહીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં લોકભાગીદારી અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની લધુફિલ્મ દર્શાવવામાં આવી હતી. ઉપસ્થિત તમામ લોકોએ બંધારણ આમુખનો સંકલ્પ લીધો હતો.ધુડા અને ચીંચલીના લોકકલાકારોએ તમાશા દ્વારા મતદાર જાગૃતિ સંદેશ આપ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાએ રાજ્ય ચૂંટણી આયોગ સહિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરી,વધઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંકેતભાઈ બંગાળ, આહવા સરપંચ શ્રીમતિ રેખાબેન પટેલ, વાસુર્ણા રાજવી શ્રી ધનરાજસિંહ સૂર્યવંશી,નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોર,પ્રાંત અધિકારીશ્રી કાજલબેન ગામીત સહિત જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારી/કર્મચારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.