આ અઠવાડીયામાં ત્રણ દિવસ સુધી બેંકો બંધ રહેશે
મુંબઇ, વર્ષ ૨૦૨૦ને ખતમ થવામાં કેટલાક જ દિવસ બાકી છે જાે તમારે બેંકનું કોઇ જરૂરી કામ હોય તો પતાવી લેજાે કારણ કે આ અઠવાડીયામાં ત્રણ દિવસ બેંકો બંધ રહેશે.
જાે તમારે કોઇ જરૂરી બેંકનું કામ હોય તો તેને ગુરૂવાર સુધી પતાવી લેજાે કારણ કે ત્યારબાદ સતત ત્રણ દિવસ બેંક બંધ રહેશે આરબીઆઇની વેબસાઇટ પર માહિતી આપવામાં આવી છે કે ૨૫ ડિેસેમ્બર એટલે કે ગુરૂવારે ક્રિસમસનો પર્વ છે એ તે દિવસે રાષ્ટ્રીય રજા હોય છે ત્યારબાદ ૨૬ અને ૨૭ ડિસેમ્બર મહીનામાં ચોથો શનિવાર અને રવિવાર છે આથી કુલ ત્રણ દિવસ બેંક બંધ રહેશે.
એ યાદ રહે કે ૨૫ ડિસેમ્બરે ઘરેલુ શેર બજાર પણ બંધ રહેશે આ દિવસે બોમ્બે સ્ટોક એકસચેંજ અને નશનલ સ્ટોક એકસચેંજમાં કારોબાર થશે નહીં ૨૮ ડિેસેમ્બરે ફરીથી શેર બજારમાં સામાન્ય રીતે કારોબાર શરૂ થશે.HS